- બારબાડોસમાં રમાશે વનડે
- ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ
- વેસ્ટ ઈન્ડીઝ કમબેક કરવા મેદાનમાં ઉતરશે
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાતી 3 મેચની વનડે સીરિઝની બીજી મેચ આજે બારબાડોસના કેસિંગ્ટન ઓવલ મેદાનમાં રમાશે. આ સીરિઝની પ્રથમ વનડે મેચ ભારતીય ટીમે 5 વિકેટે પોતાના નામે કરી છે. હવે બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાની નજર જીત મેળવવા પર રહેશે, પરંતુ આજની મેચમાં વરસાદ થવાની સંભાવના છે.
મેચમાં આવી શકે વરસાદ
બારબાડોસમાં મેચ દરમિયાન વેધર રિપોર્ટની વાત કરવામાં આવે તો. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. સાથે આજે વરસાદ થવાની પણ સંભાવના છે. જેમાં મેચ દરમિયાન 50% વરસાદ થવાની સંભાવના છે.
ભારતીય ટીમ કરશે વર્લ્ડકપની તૈયારી
વનડે વર્લ્ડકપને લઈ ભારતીય ટીમ પાસે પોતાની નબળાઈ દૂર કરવા માટે વધુ સમય બચ્યો નથી. જેથી આ સીરિઝના માધ્યમથી ભારતીય ટીમ વર્લ્ડકપ માટેની તૈયારી કરશે. આ સીરિઝની પ્રથમ મેચમાં સ્પિનર કુલદીપ અને જાડેજાએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ બંને સ્પિનરે વેસ્ટ ઈન્ડીઝ ટીમના 7 ખેલાડીને આઉટ કર્યા હતા. હવે ટીમ ઈન્ડિયા આ મેચમાં ચહલને પણ તક આપી શકે છે. જે બાદ 3 સ્પિનરો સાથે ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરી શકે, તેના પર ટીમની નજર રહેશે.
ગીલ અને ઈશાને કર્યું હતું ઓપનિંગ
પ્રથમ વનડેમાં ભારતીય ટીમે શુભમન ગિલ અને ઈશાન કિશન પાસે ઓપનિંગ કરાવ્યું હતું. જેથી આ મેચમાં પણ ટીમ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ બેટ્સમેનનું કોમ્બિનેશન કરી શકે છે. આવું કરવા પર લોઅર ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાને વધુ મજબૂતી મળશે.