• આવતીકાલે બીજી વનડે
  • ભારત ટીમમાં નહીં કરે ફેરફાર
  • સીરિઝમાં ભારત 1-0થી આગાળ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ આવતીકાલે બારબાડોસમાં રમવામાં આવશે.પ્રથમ મેચ પણ બારબાડોસમાં રમવામાં આવી હતી. જેમાં ભારતીય ટીમે 5 વિકેટે જીત પ્રાપ્ત કરી હતી. રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમ વર્લ્ડકપ 2023 પહેલા ખેલાડીઓનો પ્રયોગ કરી રહી છે. જેથી બીજી મેચ માટે ભારતીય ટીમ સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરશે નહીં. ટીમ ઈન્ડિયા ખેલાડીઓને બીજી વનડેમાં પણ તક આપી શકે છે. સાથે વેસ્ટ ઈન્ડીઝની ટીમ પ્રથમ મેચમાં હાર બાદ બીજી મેચમાં કમબેક કરવા માટે મેદાન પર ઉતરશે.

ભારતે બેટિંગ ઓર્ડરમાં કર્યો હતો ફેરફાર

ટીમ ઈન્ડિયાએ સીરિઝની પ્રથમ મેચમાં બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ મેચમાં શુભમન ગિલ સાથે રોહિત શર્મા ઓપનિંગ કરી શકે છે. ગત મેચમાં ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યો હતો. સાથે ગત મેચમાં વિરાટ કોહલીએ બેટિંગ કરી નહતી. જેથી આ મેચમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે. ગત મેચમાં ગિલ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. સાથે હાર્દિક પંડ્યા 5 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. ઉપરાંત સૂર્યકુમાર યાદવે 19 રનનું યોગદાન આપ્યું હતું. જેથી આ મેચમાં ભારતીય ખેલાડીઓ પાસે સારા પરફોર્મન્સી આશા રહેશે.

ઉમરાન મલિકને આપી હતી તક

ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં ઉમરાન મલિકને તક આપી હતી. ફાસ્ટ બોલર ઉમરાન મલિકને બીજી વનડેમાં પણ ભારતીય ટીમ તક આપી શકે છે. ગત મેચમાં મુકેશ કુમાર અને હાર્દિક પંડ્યાએ સારી બોલિંગ કરી હતી. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી.

બીજી વનડે માટે ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્રજાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

  • Follow us on: