• રોહિત અને વિરાટ ન રમ્યા બીજી વનડે
  • બંને ખેલાડી લાંબા સમયથી રમે છે મેચ
  • ત્રીજી વનડેમાં ખેલાડીઓ ટીમમાં પરત આવશે

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ બારબાડોસમાં રમવામાં આવી રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી આ મેચ રમી રહ્યા નથી. આ બંને ખેલાડીની જગ્યાએ સંજૂ સેમસન અને અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેથી હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનું નૈતૃત્વ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

હાર્દિક પંડ્યાએ ટોસ બાદ કહ્યું કે, રોહિત અને વિરાટ લાંબા સમયથી ક્રિકેટ રમી રહ્યા છે. જેથી આ બંને ખેલાડીને આરામની જરૂર છે. આ બંને ખેલાડી ત્રીજી વનડેમાં નવી સ્ફૂર્તી સાથે મેદાનમાં આવશે. ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. સેમસન લાંબા સમય બાદ ટીમમાં પરત આવ્યો છે. તેમને પ્રથમ વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, પરંતુ હવે સેમસન પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે. સાથે જ અક્ષર પટેલ પણ આજની મેચમાં મેદાનમાં ઉતરશે.

ભારત સીરિઝમાં 1-0થી આગળ

ભારત ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે મેચ 5 વિકેટે જીતી હતી. વેસ્ટ ઈન્ડીઝની ટીમે પહેલા બેટિંગ કરીને 114 રન બનાવ્યા હતા. જે બાદ જવાબમાં ભારતે 22.5 ઓવરમાં 5 વિકેટના નુકસાને જીત મેળવી હતી. હવે ભારત બીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરીને મેદાનમાં ઉતર્યું છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, ઈશાન કિશન(વિકેટકીપર), સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા(કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા,અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર


  • Follow us on: