- સૂર્યકુમાર યાદવ કરવા સંજૂ સેમસનનું ફોર્મ સારૂં
- સૂર્યકુમાર છેલ્લી 10 ઈનિંગમાં નિષ્ફળ
- સંજૂએ છેલ્લી 10 ઈનિંગમાં કર્યું સારૂં પરફોર્મન્સ
વનડે વર્લ્ડકપ 2023ની તૈયારી કરવા માટે ભારતીય ટીમ પાસે વધુ સમય બચ્યો નથી. જેથી ટીમ ઈન્ડિયા પોતાની તમામ નબળાઈ દૂર કરવા માંગે છે. અત્યારે સૂર્યકુમાર યાદવનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી સમસ્યા છે. લોઅર ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ રન બનાવી શકતો નથી. જેથી ટીમ ઈન્ડિયા પાસે તેમના વિકલ્પ માટે સંજૂ સેમસન છે. સંજૂએ છેલ્લી 10 ઈનિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
પ્રથમ વનડેમાં બનાવ્યા હતા 19 રન
સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં માત્ર 19 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ વનડે સીરિઝની 3 મેચમાં સૂર્યકુમાર યાદવ શૂન્ય રનમાં આઉટ થયો હતો. ગત 10 વનડે ઈનિંગમાં સૂર્યકુમાર યાદવનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 34 રનનો રહ્યો છે.
સંજૂનું પરફોર્મન્સ સારૂં
સંજૂ સેમસનની છેલ્લી 10 વનડે ઈનિંગના રેકોર્ડને જોવામાં આવે તો, સંજૂની એવરેજ 66 રહી છે. આ દરમિયાન સંજૂએ 2 ફિફ્ટી પણ ફટાકારી છે. જેથી સૂર્યાની ટીમમાં જગ્યાને લઈ કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ નિર્ણય લઈ શકે છે.
સૂર્યાના પ્રદર્શન પર રહેશે તમામની નજર
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં માત્ર 19 રનની ઈનિંગ રમનારા સૂર્યકુમાર યાદવના પ્રદર્શન પર બીજા વનડેમાં તમામની નજર રહેશે. જો સૂર્યા આ તકનો લાભ ઉઠાવવામાં સફળ થશે નહીં, તો તેના માટે એશિયા કપ અને વર્લ્ડકપની ટીમમાં જગ્યા મેળવવી મુશ્કેલ બનશે.