- આવતીકાલે ઈન્ડિયા-વેસ્ટ ઈન્ડીઝની ત્રીજી વનડે
- બંને ટીમ 1-1 વનડે મેચ જીતી
- બંને ટીમ સીરિઝ જીતવા મેદાને ઉતરશે
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમવામાં આવતી 3 મેચની વનડે સીરિઝે રોમાંચક બની છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી, તો બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝ જીતી હતી. હવે વનડે સીરિઝની છેલ્લી મેચ આવતીકાલે રમવામાં આવશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે.
ત્રિનિદાદમાં રમાશે ત્રીજી વનડે
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વનડે સીરિઝની છેલ્લી મેચ આવતીકાલે ત્રિનિદાદના ક્વીંસ પાર્ક ઓવલમાં રમવામાં આવશે. પ્રથમ વનડે ટીમ ઈન્ડિયા જીતી હતી, જ્યારે બીજી વનડે વેસ્ટ ઈન્ડીઝની ટીમ જીતી હતી, હવે ત્રીજી વનડેમાં રોમાંચક જંગ જોવા મળી શકે છે.
રોહિત અને કોહલી ટીમમાં પરત ફરશે
પ્રથમ વનડેમાં રોહિત શર્મા 7 નંબરે બેટિંગ કરવા આવ્યો હતો, જ્યારે વિરાટ કોહલીની બેટિંગ આવી નહતી. જે બાદ બીજી વનડેમાં રોહિત અને વિરાટ કોહલી પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતા. બીજી મેચમાં હાર્દિક પંડ્યા ટીમના કેપ્ટન હતા. હવે બંને ટીમ એક-એક મેચ જીતી છે, તો ફાઈનલ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફરશે.
સંજૂ સેમસન અને અક્ષર પટેલના રમવા પર સવાલ
બીજી વનડેમાં સંજૂ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી. સેમસન 3 નંબર પર રમવા આવ્યો હતો, જ્યારે અક્ષર પટેલ 4 નંબર પર રમવા આવ્યો હતો. હવે ત્રીજી વનડે મેચમાં આ બંને ખેલાડીઓના રમવા પર સવાલ છે.
ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને ઉમરાન મલિક.