• શિખર ધવન-શુભમન ગિલ ફ્લોપ સાબિત થયા 
  • ઇશાન કિશનના 84 બોલમાં દમદાર 93 રન
  • વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર સદી 

રાંચીના JSCA સ્ટેડિયમમાં આફ્રિકા સામે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડેમાં ભારતે દ.આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે 279 રનનો ટાર્ગેટ 45.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયાની જીતના હીરો વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રહ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના વન-ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 113* રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 84 બોલમાં 93 રન ફટકાર્યા હતા.

ટીમ ઈન્ડિયાને 279 રનનો ટાર્ગેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની બીજી મેચમાં આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાંચીના JSCA સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 278 રન કર્યા હતા.

માર્કરમ-હેનરિકની ફિફ્ટી

સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ એડન માર્કરમે 89 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તો રિઝા હેનરિકે 76 બોલમાં 74 રન કર્યા હતા. બન્ને વચ્ચે 129 બોલમાં 129 રનની પાર્ટનરશિપ થઈ હતી. અંતમાં ડેવિડ મિલર 34 બોલમાં 35 રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો વોશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાશે.

બંને ટીમના પ્લેઇંગ-11માં ફેરફાર

ટીમ ઈન્ડિયા માટે શાહબાઝ અહેમદ ડેબ્યૂ કરી રહ્યો છે. રૂતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈની જગ્યાએ શાહબાઝ અહેમદ અને વોશિંગ્ટન સુંદર રમી રહ્યા છે. તો સાઉથ આફ્રિકાની ટીમમાં આજે ટેમ્બા બાવુમાની જગ્યાએ કેશવ મહારાજ કેપ્ટનશિપ કરી રહ્યો છે.


બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુબમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસ (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર,વોશિંગ્ટન સુંદર શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકા: કેશવ મહારાજ (કેપ્ટન)​​ , ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), જાનેમન મલાન, રિઝા હેનરિક, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, વેઈન પર્નેલ, કાગિસો રબાડા, બી. ફોર્ટ્યુન અને એનરિક નોર્કિયા.

  • Follow us on: