- ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
- પંજાબે ટોસ જીતીને પ્રથમ બેટિગ પસંદ કરી
- આ મેચમાં ધોની ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો
IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થઈ રહ્યો છે. ધર્મશાળા મેદાન પર ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી CSK સતત વિકેટ ગુમાવી રહી હતી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 167 રન જ બનાવી શકી હતી. ચાહકો મહેન્દ્ર સિંહ ધોનીના મેદાન પર આવવાની રાહ જોઈ રહ્યા હતા. શાર્દુલ ઠાકુર આઉટ થતાની સાથે જ ફેન્સ ખુશ થઈ ગયા હતા કારણ કે એમ એસ ધોની ક્રિઝ પર આવ્યો હતો.
ધોની ગોલ્ડન ડકનો શિકાર
ચાહકોની ખુશી થોડા જ સમયમાં નિરાશામાં ફેરવાઈ ગઈ. IPL અને T20 ક્રિકેટમાં પહેલીવા 9માં નંબર પર બેટિંગ કરવા આવેલો ધોની પોતાનું ખાતું પણ ખોલી શક્યો નથી. હર્ષલ પટેલે ધોનીને બોલ્ડ કર્યો અને મેદાનમાં મૌન છવાઈ ગયું. 9માં નંબર પર બેટિંગ કરવાની ધોનીની વ્યૂહરચના ટીમ માટે કામ આવી ન હતી.
હર્ષલ સામે ધોનીના આંકડા
જો આપણે IPLમાં મહેન્દ્ર સિંહ ધોની અને હર્ષલ પટેલ સામ-સામે વાત કરીએ તો પટેલનો હાથ ઉપર છે. ધોનીએ હર્ષલ પટેલના 33 બોલમાં 8.33ની એવરેજ અને 75.75ના સ્ટ્રાઈક રેટથી માત્ર 25 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન પટેલે ધોનીને 3 વખત આઉટ કર્યો છે. પટેલના બોલ પર ધોનીએ માત્ર 2 ચોગ્ગા ફટકાર્યા છે. પટેલ સામે તે એક પણ સિક્સર ફટકારી શક્યો નથી.
17મી સિઝનમાં ધોનીનું પ્રદર્શન
IPL 2024માં મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 11 મેચની 9 ઇનિંગ્સમાં 110 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 55 હતી અને સ્ટ્રાઈક રેટ 224.48 હતો. ધોનીએ 17મી સિઝનમાં અત્યાર સુધી એક પણ ફિફ્ટી ફટકારી નથી. આ સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 37 રન છે.