• દ.ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની ટીમો આમને-સામને હતી
  • દ.ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લી ઓવરમાં ચાર રનની જરૂર હતી
  • તસ્માનિયાની ટીમે બાકીની પાંચ વિકેટ લઈને મેચ જીતીને અનોખું કારનામું કર્યું હતું

ક્રિકેટને કંઇ એમ જ અનિશ્ચિતતાની રમત કહેવામાં આવતી નથી. અહીં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. હવે ઓસ્ટ્રેલિયાની આ મેચને જ જુઓ. ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં માત્ર 4 રનની જરૂર હતી. દરેકને લાગતું હતું કે આ ટીમ જીતશે, પરંતુ અચાનક 5 બોલમાં 5 વિકેટ પડી અને ટીમ હારી ગઈ. આ બધું ઓસ્ટ્રેલિયાની મહિલા ડોમેસ્ટિક લીગની ફાઇનલ મેચમાં થયું હતું, જ્યાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની ટીમો આમને-સામને હતી.

મેચમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે છેલ્લી ઓવરમાં ચાર રનની જરૂર હતી. જોકે, તસ્માનિયાની ટીમે બાકીની પાંચ વિકેટ લઈને મેચ જીતીને અનોખું કારનામું કર્યું હતું. તાસ્માનિયાએ ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને 50-ઓવરની મેચ એક રનથી જીતી લીધી. સારાહ કોયેટે (4/30) છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બે ખેલાડીઓ રનઆઉટ થયા હતા. આ સમયગાળા દરમિયાન કોયટે રનઆઉટમાં પણ યોગદાન આપ્યું હતું.

દક્ષિણ ઓસ્ટ્રેલિયાને છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી પરંતુ ટીમ માત્ર એક રન બનાવી શકી હતી. છેલ્લી ઓવરના પહેલાં બોલમાં કોયટે એની ઓ'નીલને બોલ્ડ કરી. બે બોલ બાદ દક્ષિણ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન જેમ્મા બાર્સબી સ્ટમ્પ થઈ ગઈ હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાને હવે ત્રણ બોલમાં ત્રણ રનની જરૂર હતી અને કોયટે ફોલો-થ્રુમાં અમાન્ડા-જેડ વેલિંગ્ટનને રનઆઉટ કરીને સ્ટમ્પને ફટકાર્યો. ત્યારબાદ તેણે એલા વિલ્સનને પણ આઉટ કરી.

સારાહ કોયટેને મેચમાં તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવી હતી. તેની શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ તેના પરફોર્મન્સના દિલથી વખાણ કરી રહ્યા છે.

  • Follow us on: