• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલમાં મહામુકાબલો
  • ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે
  • બ્રાડ હોગે કોહલીની સદી પર કરી ભવિષ્યવાણી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલ સૌ કોઈની નજર વિરાટના શાનદાર પ્રદર્શન પર ટકેલી છે.

બ્રાડ હોગે કોહલીની સદી પર કરી ભવિષ્યવાણી

ICC વર્લ્ડ કપ 2023 ફાઈનલને લઈને તમામ પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હોગે ફાઈનલ મેચને લઈને સૌથી અનોખી ભવિષ્યવાણી શેર કરી છે. હોગે કહ્યું કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ફાઈનલ મેચમાં સદી ફટકારશે, પરંતુ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનો ખિતાબ જીતશે. હોગે કહ્યું કે ઓસ્ટ્રેલિયાનું બોલિંગ આક્રમણ એવું છે કે તે ભારતીય બેટ્સમેનોને પરેશાન કરવા માટે પૂરતું છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે અને કુલ ત્રણ સદી ફટકારી છે. વિરાટે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી, જે તેની વન-ડેમાં 50મી સદી હતી. વિરાટ વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે.

બ્રાડ હોગે એક શોમાં કહ્યું, 'મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઇન-અપ એવી છે કે તે ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. મને લાગે છે કે વિરાટ કોહલી માટે આ દિવસ સારો રહેવાનો છે. મને લાગે છે કે તે બીજો મોટો સ્કોર કરશે. તે નોટઆઉટ રહેશે અને ભારતીય દાવને સંભાળવાનો પ્રયાસ કરશે, તે જોવું રસપ્રદ રહેશે કે રોહિત શર્મા અને શુભમન ગિલ જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કનો કેવી રીતે સામનો કરે છે.

ગિલ અને રોહિત માટે મુશ્કેલ બનશે સ્ટાર્ક

તેણે આગળ કહ્યું, 'જો સ્ટાર્ક નવા બોલ સાથે સારી ઊંચાઈ અને સારી ઝડપે બોલ સ્વિંગ કરશે તો તેનો સામનો કરવો મુશ્કેલ બનશે. સ્ટાર્ક જમણા હાથના બેટ્સમેનો માટે ખતરનાક સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં રોહિત શર્મા અને શુભમન ગિલ માટે શરૂઆતની ઓવરોમાં બેટિંગ કરવી મુશ્કેલ બની શકે છે. શ્રેયસ અય્યર અને એડમ ઝમ્પા વચ્ચેની સ્પર્ધા પણ જોવી રસપ્રદ બની શકે છે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતશે, સ્ટાર્ક અને હેઝલવુડ ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને નષ્ટ કરશે.

  • Follow us on: