• રાહુલ દ્રવિડનો ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ પુરો થયો
  • IPLની આગામી સિઝનમાં કોઈ ટીમ સાથે જોડાશે રાહુલ દ્રવિડ
  • રાહુલ દ્રવિડને ઓલિમ્પિક્સની વિશેષ પેનલમાં મળ્યું સ્થાન

રાહુલ દ્રવિડે તાજેતરમાં મુખ્ય કોચ તરીકે ભારતને ઐતિહાસિક T20 વર્લ્ડકપ જીતાડ્યું હતું. હવે તે ટીમથી અલગ થઈ ગયો છે, તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. એવું માનવામાં આવે છે કે તે IPLની આગામી સિઝનમાં કોઈ ટીમ સાથે જોડાઈ શકે છે. આમાં રાજસ્થાન રોયલ્સનું નામ સૌથી આગળ છે, તે આ ટીમ માટે રમી ચૂક્યો છે અને કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહ્યો છે. આ બધાની વચ્ચે રાહુલ દ્રવિડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે અને તેને એક ખાસ પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે.

રાહુલ દ્રવિડને મળી મોટી જવાબદારી

રાહુલ દ્રવિડ 2028 ઓલિમ્પિક માટે 'ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશ' પર ચર્ચા કરવા માટે એક વિશેષ પેનલમાં જોડાશે. દ્રવિડ પેનલમાં સામેલ થનારા અગ્રણી નામોમાંનું એક છે. વર્લ્ડકપ વિજેતા કોચની સાથે ICC CEO અને ડ્રીમ સ્પોર્ટ્સના સહ-સ્થાપક હર્ષ જૈન પણ પેનલમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, 2028 ઓલિમ્પિક માત્ર બીજી વખત હશે જેમાં ક્રિકેટ રમાશે. આ પહેલા ઓલિમ્પિકનો ભાગ બનવાની એકમાત્ર તક 1900માં મળી હતી. આ પેનલ ઐતિહાસિક ઈન્ડિયા હાઉસ ખાતે મળશે.

ઓલિમ્પિક્સની વિશેષ પેનલમાં મળ્યું સ્થાન

ICC CEO જ્યોફ એલાર્ડિસે કહ્યું "અમે વિશ્વભરમાં વધતા જતા ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ, રમતમાં વધુ પ્રશંસકો લાવવા, ખેલાડીઓને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવાની તકો પૂરી પાડીએ છીએ અને હવે ક્રિકેટને ઓલિમ્પિકના હિસ્સેદારો સુધી લઈ જઈએ છીએ. ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ એ એક મહત્વપૂર્ણ પગલું છે અને અમે પેરિસ 2024ને આ પ્રવાસમાં વધારાની પ્રેરણા તરીકે જોઈએ છીએ.


ટીમ ઈન્ડિયાની વર્ષોની રાહનો અંત

દ્રવિડે 2021ના અંતમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળી અને T20 વર્લ્ડકપ 2024 સુધી તેમની સાથે રહ્યા. તેમના કોચ હેઠળ ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ T20માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ બે વર્ષનો હતો. તેમનો કાર્યકાળ ODI વર્લ્ડકપ 2023 પછી સમાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ T20 વર્લ્ડકપ 2024ને ધ્યાનમાં રાખીને BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો.

BCCIનો આ નિર્ણય સાચો સાબિત થયો અને તેના કોચ હેઠળ ભારતે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો. આ સિવાય તેમના કાર્યકાળ દરમિયાન ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડકપમાં પણ ફાઇનલમાં પહોંચ્યું હતું.

  • Follow us on: