- શ્રીલંકામાંમહિલા એશિયા કપ 2024 રમાઈ રહ્યો છે
- 23 જુલાઈના રોજ પાકિસ્તાન અને UAE વચ્ચે મેચ રમાઈ
- પાકિસ્તાનની સૈયદા અરુબની ફિલ્ડિંગ ચર્ચાનો વિષય બની
શ્રીલંકામાં આ દિવસોમાં મહિલા એશિયા કપ 2024 રમાઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 23 જુલાઈના રોજ પાકિસ્તાન અને UAE વચ્ચે મેચ રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ જીતી હતી. આ મેચ જીતીને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે પણ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પાકિસ્તાનની સૈયદા અરુબની ફિલ્ડિંગ હવે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. સૈયદાની આવી શાનદાર ફિલ્ડિંગ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જે બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની પુરૂષ ટીમનું ઉગ્ર અપમાન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર છાયા સૈયદાનો વીડિયો













