• છેલ્લા ઘણા સમયથી બહાર છે યુજવેન્દ્ર ચહલ

  • ટીમમાં સ્થાન હોય તો પ્લેઈંગમાં નથી લેવાતો
  • હરભજન સિંહે મોટા પ્રશ્નો ઊઠાવ્યા હતા

ભારતના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમનો નિયમિત સભ્ય છે. પરંતુ સારું પ્રદર્શન કરવા છતાં તે મોટી ટુર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. જો તેને સ્થાન મળે છે તો તે પ્લેઈંગ ઈલેવનમાં ગણાતો નથી. આગામી વનડે વર્લ્ડ કપ પહેલા પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. ચહલને ભારતીય વનડે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. સિલેક્ટર્સના આ નિર્ણય પર હરભજન સિંહ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ સવાલ ઉઠાવ્યા છે.

આવો જોરદાર છે રેકોર્ડ

સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 72 વનડેમાં 121 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેનો ઈકોનોમી રેટ 5.27 હતો. તે 2019 વર્લ્ડ કપની ટીમનો સભ્ય પણ હતો. જે સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. પરંતુ તે પછી તે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. તેણે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે છેલ્લી વનડે રમી હતી. એ પછી એમને કોઈ ચાન્સ મેદાન પર રમવાનો મળ્યો નથી. ભારતના પૂર્વ સ્પિનર ​​હરભજન સિંહે ચહલને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી માટે બહાર કરવાના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે.

ચેનલ પર દિલ ખોલીને વાત કરી

તેણે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "યુઝવેન્દ્ર ચહલ ત્યાં હોવો જોઈએ. તેને તક આપવામાં આવી ન હતી. આ મારી સમજની બહાર છે. કાં તો તે કોઈની સાથે લડ્યો છે અથવા તેણે કોઈને કંઈક કહ્યું છે, મને ખબર નથી. હરભજને કહ્યું, "જો આપણે કૌશલ્યની વાત કરીએ તો તેનું નામ ટીમમાં હોવું જોઈએ કારણ કે ઘણા ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે." પહેલા વોશિંગ્ટન સુંદરને ત્યાં બોલાવવામાં આવ્યો હતો, જે એશિયા કપની ટીમમાં નહોતો. જે બાદ આ સિરીઝ માટે અન્ય એક ખેલાડીનો ઉમેરો થયો છે અને તે છે આર અશ્વિન.

  • Follow us on: