• અનેક ભારતીય ખેલાડી વિવાદમાં ફસાયા
  • કોહલીએ દર્શકોનું કર્યું હતું અપમાન
  • હરભજને બીજા ખેલાડીને કહ્યો હતો મંકી

ભારત અને બાંગ્લાદેશ વનડે દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરને ગુસ્સો આવ્યો હતો. તેમણે સ્ટંપ પર પોતાનું બેટ માર્યું હતું. સાથે જ તેમણે મેચ પૂર્ણ થયા બાદ અંપાયરિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જેને લઈ હરમનપ્રીત કૌર સોશિયલ મીડિયામાં ખુબ ટ્રેન્ડ થઈ રહી છે. જો કે, ભારતીય ખેલાડીને ગુસ્સો આવ્યો હોય, તેવું આ પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ અનેક ભારતીય ખેલાડી વિવાદમાં ફસાયા હતા.

હરભજનસિંહ વિવાદમાં આવ્યા હતા

2008માં સિડનના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ દરમિયાન હરભજનસિંહ વિવાદમાં આવ્યા હતા. ટેસ્ટ મેચ દરમિયાન હરભજનસિંહે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સને મંકી કહ્યું હતું. જે બાદ વિવાદ થયો હતો. જો કે, આ વિવાદ બાદ બંને ખેલાડી મુંબઈ ઈન્ડિયન માટે સાથે રમતા જોવા મળ્યા હતા.

શ્રીસંતને માર્યો હતો લાફો

વર્ષ 2008માં IPLની પ્રથમ સિઝન રમવામાં આવી હતી. આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયેલી મેચ બાદ હરભજનસિંહે શ્રીસંતને લાફો કર્યો હતો. જે બાદ મોટો વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ હરભજનસિંહના રમવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી પણ વિવાદમાં ફસાયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી ટેસ્ટ મેચ દરમિયાન ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિવાદમાં ફસાયો હતો. ટેસ્ટ મેચ દરમિયાન કોહલીએ સ્ટેડિયમમાં હાજર દર્શકોને મિડલ ફિંગર બતાવી હતી. જે બાદ ખુબ વિવાદ થયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ વર્ષ 2012માં રમવામાં આવ્યો હતો.

  • Follow us on: