• બેટથી સ્ટમ્પ પર મારવા બદલ મેચ ફીના 50 ટકા દંડ
  • પેનલ્ટી તરીકે ત્રણ ડીમેરિટ પોઈન્ટ પણ મળી શકે છે
  • ઈનામ વિતરણ સમારોહમાં કરાયેલી ટિપ્પણી માટે 25 ટકા રકમ દંડ

ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરને બાંગ્લાદેશ સામેની તાજેતરની મેચમાં અમ્પાયરિંગની આકરી ટીકા કરવા બદલ ICC દ્વારા સજા થઈ શકે છે. વાસ્તવમાં શુક્રવારે રમાયેલી ત્રીજી ODIમાં LBW આઉટ થયા બાદ હરમનપ્રીત ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. પછી પેવેલિયનમાં પાછા ફરતા પહેલા તેણે બેટને સ્ટમ્પ પર જોરથી માર્યો અને પછી અમ્પાયરને ખૂબ જ કડક શબ્દો સાંભળાવ્યા. કૌરનો ગુસ્સો અહીં પૂરો ન થયો. બાદમાં ઇનામ વિતરણ સમારોહમાં પણ હરમનપ્રીતે અમ્પાયરિંગની ટીકા કરી હતી.

 

કુલ મેચ ફીના 75 ટકા રકમ સજા તરીકે કાપી શકાય

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરમપ્રીત કૌરની કુલ મેચ ફીના 75 ટકા રકમ સજા તરીકે કાપી શકાય છે. આ સિવાય તેને પેનલ્ટી તરીકે ત્રણ ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવી શકે છે. હરમનપ્રીત કૌરની અંદરનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે મેચ પછી જ્યારે બંને ટીમોએ જોઈન્ટ ફોટો સેશન કર્યું ત્યારે પણ ભારતીય કેપ્ટને તેની ખરાબ અમ્પાયરિંગને લઈને ટોણો માર્યો હતો. પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશ ચાલુ ફોટો સેશનમાંથી જ તેના ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં ગયો.

 

બેટથી સ્ટમ્પ પર મારવા બદલ મેચ ફીના 50 ટકા દંડ

રિપોર્ટ અનુસાર હરનપ્રીતને બેટથી સ્ટમ્પ પર મારવા બદલ મેચ ફીના 50 ટકા દંડ થઈ શકે છે, જ્યારે ઈનામ વિતરણ સમારોહમાં કરવામાં આવેલી ટિપ્પણી માટે 25 ટકા રકમ કાપી શકાય છે. એકંદરે તેને સમગ્ર મેચ માટે ચાર ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે. મેચ બાદ ભારતીય કેપ્ટને બાંગ્લાદેશના બેટ્સમેનોના વખાણ કર્યા, પરંતુ કહ્યું કે ખરાબ અમ્પાયરિંગે તેને ઘણું નિરાશ કર્યું છે. અમ્પાયરે ઘણા ખોટા નિર્ણયો આપ્યા.

  • Follow us on: