• ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 103 રનનો ટાર્ગેટ આપ્યો હતો
  • ટીમ ઈન્ડિયા 2-1થી સીરિઝ જીતવામાં સફળ રહી છે
  • ટીમ ઈન્ડિયા 2-1થી સીરિઝ જીતવામાં સફળ રહી

બાંગ્લાદેશે છેલ્લી T20 મેચમાં ભારતને હરાવ્યું, હરમનપ્રીત કૌરની ટીમે સીરિઝ 2-1થી જીતી. બાંગ્લાદેશને જીતવા માટે 103 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટે 103 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જો કે તેમ છતાં ટીમ ઈન્ડિયા 2-1થી સીરિઝ જીતવામાં સફળ રહી.

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી T20 મેચમાં ભારતીય મહિલા ટીમને હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેમ છતાં હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ સીરિઝ 2-1થી જીતી લીધી હતી. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાએ 3 T20 સીરિઝની પ્રથમ અને બીજી મેચમાં યજમાન બાંગ્લાદેશની ટીમને હરાવ્યું હતું. બાંગ્લાદેશને જીતવા માટે 103 રનનો ટાર્ગેટ હતો. આ ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટે 103 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

શમીમા સુલ્તાનાએ શાનદાર ઇનિંગ રમી હતી
બાંગ્લાદેશ તરફથી શમીમા સુલતાને સૌથી વધુ રન બનાવ્યા હતા. શમીમા સુલ્તાનાએ 46 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જો કે આ સિવાય બાંગ્લાદેશના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. પરંતુ લક્ષ્ય મોટું ન હોવાથી યજમાન ટીમને સીરિઝની પ્રથમ જીત મળી હતી. ભારતીય બોલરોની વાત કરીએ તો મીનુ મણિ અને દેવિકા વૈદને 2-2 સફળતા મળી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે 1 વિકેટ પોતાના નામે કરી હતી.

હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
આ પહેલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 102 રન જ બનાવી શકી હતી. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત કૌરે 41 બોલમાં સૌથી વધુ 40 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે 26 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના 7 બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા. બાંગ્લાદેશ તરફથી રાબિયા સુલ્તાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે સુલતાના ખાતૂને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય નાહિદા અખ્તર, ફાહિમા ખાતૂન અને શોર્ના અખ્તરને 1-1થી સફળતા મળી હતી.ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ T20 સીરિઝ રમાઈ રહી છે. મહિલા ક્રિકેટમાં, ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જુઓ પ્લેઈંગ ઈલેવન


બંને ટીમોના પ્લેઇંગ-11

ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (c), યાસ્તિકા ભાટિયા (wk), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ, રાશિ કનોજિયા.

બાંગ્લાદેશ: શમીમા સુલતાના, શાથી રાની, દિલારા અખ્તર, નિગાર સુલતાના (wk/c), રિતુ મોની, શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, રાબેયા ખાન, સુલ્તાના ખાતૂન, ફાહિમા ખાતૂન, મારુફા અખ્તર.


ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લી મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ આ નિર્ણય લીધો હતો અને તે માત્ર 95 રન બનાવી શકી હતી. ભારતીય બેટ્સમેનો રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. આ મેચમાં તે મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરશે. જોકે બાંગ્લાદેશની ટીમ 87 રનમાં સમેટાઈ ગઈ હતી.

  • Follow us on: