• T20 સીરિઝની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું
  • પહેલી મેચ રવિવારે ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહી છે
  • ટીમ ઈન્ડિયાની પહેલી T20માં સાત વિકેટે સાથે જીત થઈ હતી

મહિલા ક્રિકેટમાં, T20 સીરિઝની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતના બોલરોએ ઓછા સ્કોરવાળી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી દીપ્તિ શર્માએ 3 અને મિનુ મણીએ 2 વિકેટ લીધી હતી. શેફાલી વર્માએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ મેચ 7 વિકેટે જીતી હતી.

બાંગ્લાદેશ તરફથી શમીમા સુલતાના અને રાની ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન સુલતાના 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેમણે 4 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યા હતા. રાનીએ 6 બોલનો સામનો કરીને 5 રન બનાવ્યા હતા. તેમણે ચોગ્ગો પણ માર્યા હતા. મુર્શીદા ખાતૂને 15 બોલનો સામનો કર્યો અને 4 રન બનાવ્યા. રિતુ મોનીએ 6 બોલનો સામનો કરીને 4 રન બનાવ્યા હતા. શોર્ના અખ્તરે 17 બોલમાં 7 રન બનાવ્યા હતા. કેપ્ટન નિગાર સુલ્તાનાએ 38 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 55 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. દીપ્તિ શર્માએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ફાહિમા ખાતૂન અને મારુફા અખ્તર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા.

ભારત તરફથી દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ શાનદાર બોલિંગ કરી હતી. દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. શેફાલીએ 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. મિનુ મણીએ 4 ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર લીધી. અનુષાએ 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે એક ઓવરમાં 10 રન આપ્યા હતા. તેને એક પણ વિકેટ મળી ન હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 95 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર શેફાલી વર્માએ સૌથી વધુ 19 રન બનાવ્યા. તેણે 14 બોલનો સામનો કરતી વખતે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. યસ્તિકા ભાટિયાએ 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 13 રનનું યોગદાન આપ્યું હતું. મંધાનાએ 13 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા ફટકાર્યા. અમનજોત કૌરે 14 રનનું યોગદાન આપ્યું હતું. મિનુ મણીએ અણનમ 5 અને પૂજા વસ્ત્રાકરે અણનમ 7 રન બનાવ્યા હતા.ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની બીજી મેચ આજે ઢાકામાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20 સાત વિકેટે જીતી હતી. હવે આ મેચ જીતીને ભારતીય ટીમ સીરિઝ પર કબજો કરવા માંગશે.

ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણી રમાશે. પહેલી મેચ રવિવારે ઢાકાના શેરે બાંગ્લા સ્ટેડિયમમાં રમાવાની છે. આ માટે હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં બે નવા ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. જેમાં મિન્નુ મણિ અને અનુષા બારેડી T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. જુઓ પ્લેઈંગ ઈલેવન

બાંગ્લાદેશ: શાથી રાની, શમીમા સુલતાના, શોભના મોસ્તારી, નિગાર સુલતાના (wk/c), શોર્ના અખ્તર, રિતુ મોની, નાહિદા અખ્તર, ફાહિમા ખાતૂન, મારુફા અખ્તર, સુલતાના ખાતૂન, રાબેયા ખાન.

ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (c), યાસ્તિકા ભાટિયા (wk), હરલીન દેઓલ, પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, અમનજોત કૌર, બરેદ્દી અનુષા, મિનુ મણિ.


  • Follow us on: