પાકિસ્તાન ક્રિકેટ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ટીમને એક પછી એક સતત હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની સ્થિતિ સુધારવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાના ગેરી કર્સ્ટનને વ્હાઈટ બોલ ફોર્મેટના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. કર્સ્ટને જ પોતાના કોચિંગ હેઠળ 2011માં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી, જ્યાં ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ટાઈટલ જીત્યું હતું.


જોકે, પાકિસ્તાની ટીમને કર્સ્ટનને કોચ તરીકે નિયુક્ત કરવાથી કોઈ ફાયદો થયો નથી. ટીમ T20 વર્લ્ડકપમાં અમેરિકા જેવી ટીમ સામે હારી ગઈ હતી, જેના કારણે પહેલા રાઉન્ડમાં જ તેની બેગ બંધાઈ ગઈ હતી. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ કર્સ્ટનને લઈને મોટો દાવો કર્યો છે.

પાકિસ્તાન ગેરી કર્સ્ટને હટાવી દેશે

બાસિત અલીએ કહ્યું છે કે પાકિસ્તાન દેશમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી સફેદ બોલના ફોર્મેટના કોચ ગેરી કર્સ્ટનને હટાવી દેશે. તેણે કહ્યું કે જો પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચે છે તો તે તેના માટે મોટી વાત હશે. તેણે કહ્યું, 'ગેરી કર્સ્ટન ચેમ્પિયન્સ ટ્રોફી સુધી ટૂંકા ફોર્મેટમાં કોચિંગ સ્ટાફના વડા રહેશે. ટૂર્નામેન્ટ બાદ તેમને બહાર કરી દેવામાં આવશે. જો પાકિસ્તાન ટુર્નામેન્ટની સેમિફાઇનલ માટે ક્વોલિફાય થાય છે તો તે તેના માટે મોટી ઉપલબ્ધિ હશે. ગેરીએ PCBના રાજકારણમાં પણ એન્ટ્રી કરી છે પરંતુ તે સફળ થશે નહીં.

ગેરી કર્સ્ટને આપ્યું નિવેદન

ગેરી કર્સ્ટન હાલમાં ચાલી રહેલા ચેમ્પિયન્સ વન-ડે કપ માટે પાકિસ્તાનમાં છે. તેણે કહ્યું કે પાકિસ્તાન પાસે તમામ ફોર્મેટમાં સફળતા હાંસલ કરવા માટે પૂરતી પ્રતિભા છે. તેણે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે ટીમ સારૂ પ્રદર્શન કરે અને તમામ ફોર્મેટમાં મેચ જીતે. ખેલાડીઓ પ્રતિભાશાળી છે, પરંતુ યોગ્ય પ્રક્રિયાની જરૂર છે. અમે અત્યારે રમતના આ પાસા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.


  • Follow us on: