- ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે
- આવતી કાલે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે
- ઋતુરાજ ગાયકવાડને ફ્રેન્ચાઈઝીની કપ્તાની સોંપવામાં આવી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ગત સિઝનની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ ચેપૉક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને ફ્રેન્ચાઈઝીની કપ્તાની સોંપવામાં આવી છે. રૂતુરાજ ચેન્નાઈ સુપર કિંગ્સનો ચોથો સુકાની હશે. તેમના પહેલા મહેન્દ્ર સિંહ ધોની સિવાય સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજા પણ ફ્રેન્ચાઈઝીની કમાન સંભાળી ચુક્યા છે.
ધોનીએ 235 મેચમાં કેપ્ટનશિપ કરી
ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં 235 મેચ રમી છે. આ દરમિયાન ટીમે 142 મેચ જીતી છે અને 90માં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ટાઈ રહી છે અને 2 પણ અનિર્ણિત રહી છે. સુરેશ રૈનાની કપ્તાનીમાં CSKએ 6 મેચ રમી છે અને માત્ર 2માં જ જીત મેળવી છે. રૈનાની કપ્તાનીમાં ચેન્નાઈ 3 મેચ હારી અને 1 મેચ ટાઈ પણ રહી.
જાડેજાને કમાન સોંપવામાં આવી હતી
રવીન્દ્ર જાડેજાને IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જાડેજાની કપ્તાનીમાં CSKએ 8 મેચ રમી અને માત્ર 2માં જ જીત મેળવી. ટીમને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો. આવી સ્થિતિમાં, શું આ વખતે પણ આવું કંઈક જોવા મળશે? જો ઋતુરાજની કપ્તાનીમાં ચેન્નાઈનું પ્રદર્શન સારું નહીં રહે તો ટીમ નવા કેપ્ટનની શોધ કરી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન
- મહેન્દ્ર સિંહ ધોની: 235 મેચ
- રવિન્દ્ર જાડેજાઃ 8 મેચ
- સુરેશ રૈના: 6 મેચ