• ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે
  • BCCIએ ટીમ ઈન્ડિયાને નવો કોચ આપવા માટે પસંદગી પ્રક્રિયાને ઝડપી બનાવી છે
  • ભારતીય દિગ્ગજ હરભજન સિંહે ભારતીય ટીમનો નવો કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી

T20 વર્લ્ડકપ 2024 બાદ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયાને નવો કોચ આપવા માટે પસંદગી પ્રક્રિયાને ઝડપી બનાવી છે. પહેલા સ્ટીફન ફ્લેમિંગ, પછી રિકી પોન્ટિંગ અને ગૌતમ ગંભીરનું નામ સામે આવ્યું છે. પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે ભારતીય ટીમનો નવો કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિપોર્ટ્સ અનુસાર હરભજન કહે છે કે તેના મતે કોચ બનવાનો અર્થ છે ટીમનું સંચાલન કરવું અને ખેલાડીઓને બેટિંગ કે બોલિંગ નહીં શીખવવું.

હરભજને ક્રિકેટ ફિલ્ડ પર પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી

હરભજનનું કહેવું છે કે જો તેને તક મળશે તો તે ચોક્કસપણે ક્રિકેટના મેદાનમાં પાછા આવવાનું પસંદ કરશે. કોચિંગનો અર્થ છે ટીમનું સંચાલન કરવું અને ખેલાડીઓને ડ્રાઇવ કે પુલ શોટ શીખવવા નહીં. હરભજને કહ્યું છે કે આ ખેલાડીઓ પહેલાથી જ બધું જાણે છે પરંતુ એક સારો કોચ તેમને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે. તમને જણાવી દઈએ કે BCCIએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવા કોચનો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે અને 31 ડિસેમ્બર, 2027 સુધી ચાલશે. એટલે કે નવા કોચની પાસે 2017 ODI ક્રિકેટ વર્લ્ડકપ માટે સારી ટીમ તૈયાર કરવાની જવાબદારી હશે. કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે નક્કી કરવામાં આવી છે.

કોચ બનવાની રેસમાં આ ખેલાડીઓ સામેલ

તમને યાદ અપાવી દઈએ કે ગયા વર્ષે ODI ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતની હાર બાદ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. BCCI અનુસાર, જો દ્રવિડ કોચના પદ પર રહેવા માંગે છે, તો તેણે ફરીથી પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. દ્રવિડે કોચ પદ છોડવાનું મન બનાવી લીધું છે. વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો હરભજન સિંહ સિવાય ગૌતમ ગંભીર, સ્ટીફન ફ્લેમિંગ અને રિકી પોન્ટિંગને ભારતના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે.

  • Follow us on: