• 22 માર્ચ એટલે કે આજથી IPL 2024 શરૂ થવા જઈ રહી છે
  • MI 24 માર્ચથી GT સાથેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે
  • રોહિત શર્માએ ચાહકોને શુક્રવારના પોતાના પ્લાન વિશે જણાવ્યું

IPL 2024 22 માર્ચ એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચથી ગુજરાત ટાઈટન્સ સાથેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. મેચ પહેલા લગભગ તમામ ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયા છે. રોહિત શર્મા બાદ ચાહકો જસપ્રીત બુમરાહની રાહ જોઈ રહ્યા હતા. બુમરાહ પણ હવે ટીમ સાથે જોડાઈ ગયો છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ચાહકોને શુક્રવારના પોતાના પ્લાન વિશે જણાવ્યું છે. જેના પર ફેન્સ હવે ફની રિએક્શન આપી રહ્યા છે.

રોહિત શર્માએ જણાવ્યો શુક્રવારનો પ્લાન

IPL 2024 શુક્રવાર એટલે કે 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આજે લાંબા સમય બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી મેદાન પર રમતા જોવા મળવાના છે. આ દિગ્ગજોને જોવા માટે ચાહકો આતુર છે. રોહિત શર્માએ આજના પ્લાનને લઈને એક ફની ટ્વીટ કર્યું છે.


રોહિતે ટ્વિટ કરીને શુક્રવારે સાંજે 6 વાગેનો પ્લાન લખ્યો હતો. ગાર્ડન મે નહીં ઘુમને કા...Jio સિનેમા પર IPL દેખને કા… હવે રોહિતની આ પોસ્ટ પર યુઝર્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે ગાર્ડનમાં ન ફરવું, નહીંતર રોહિત ભાઈ આવી જશે. અન્ય યુઝરે બગીચામાં બેસીને Jio સિનેમા પર IPL જોવા વિશે લખ્યું.


રોહિતનો ઓડિયો ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન વાયરલ થયો

તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. આ ટેસ્ટ સિરીઝની એક મેચ દરમિયાન સ્ટમ્પ માઈકમાંથી રોહિત શર્માની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. જેમાં રોહિત શર્મા કહી રહ્યો હતો કે જો કોઈ ગાર્ડનમાં ફરતું જોવા મળે તો… ફેન્સે રોહિતનો આ ઓડિયો ઘણો શેર કર્યો અને ઘણી ફની કમેન્ટ્સ પણ કરી. જો કે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે રોહિત શર્મા મેચ દરમિયાન ખેલાડીઓ સાથે બોલતો રહે છે, જે સ્ટમ્પ માઈકમાં કેદ થઈ જાય છે. જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

  • Follow us on: