• IPL 2024ની શરૂઆત 22મી માર્ચથી થશે
  • ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશે
  • ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે

IPL 2024 22 માર્ચ એટલે કે આજથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સામસામે ટકરાશે. ચેન્નઈનાચેપોક સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમને લઈને સોશિયલ મીડિયા પર ઘણા સમાચાર ફેલાઈ રહ્યા હતા કે હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા બાદ ટીમમાં કંઈક સારું નથી ચાલી રહ્યું અને કેટલાક ખેલાડીઓ ફ્રેન્ચાઈઝીના નિર્ણયથી નારાજ છે. ઘણા ખેલાડીઓ હજુ સુધી મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં જોડાયા ન હતા.

રોહિત શર્મા ટીમ સાથે જોડાયો 

છેલ્લા થોડા દિવસો પહેલા ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા હતા. જે બાદ ચાહકો ટીમના અન્ય સ્ટાર ખેલાડીની રાહ જોઈ રહ્યા હતા કે આ ખેલાડી ક્યારે ટીમ સાથે જોડાશે. જોકે ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે અને આ મજબૂત ખેલાડી ટીમ સાથે જોડાઈ ગયો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર પણ સામે આવી છે. આ ખેલાડીને જોઈને ચાહકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા છે.

બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો

ઇંગ્લેન્ડ સાથે તાજેતરમાં રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝ પછી, તમામ ખેલાડીઓ IPL 2024 માટે પોતપોતાની ટીમમાં જોડાવા લાગ્યા હતા. ચાહકોની નજર રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ પર ટકેલી હતી. જોકે, બુમરાહ પહેલા રોહિત શર્મા ટીમ સાથે જોડાયો હતો. જે બાદ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં હાર્દિકના કેપ્ટન બન્યા બાદ આ બંને ખેલાડીઓ પ્રથમ વખત સામસામે આવ્યા હતા.

આ વીડિયોમાં રોહિત અને હાર્દિક ગળે મળતા જોવા મળ્યા હતા. આ પછી ફેન્સ જસપ્રિત બુમરાહની રાહ જોઈ રહ્યા હતા. હવે બુમરાહ પણ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રિત બુમરાહની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. મુંબઈ ઈન્ડિયન્સનું સોશિયલ મીડિયા હેન્ડલ શુક્રવારે આ સમાચારથી ખળભળાટ મચી ગયો હતો.

  • Follow us on: