- IPL 2024ની શરૂઆત 22મી માર્ચથી થશે
- RCB અને CSK વચ્ચે પ્રથમ મેચ રમાશે
- IPLપછી T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે
IPL 2024ની શરૂઆત આજથી એટલે કે 22મી માર્ચથી RCB અને CSK વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ વખતે આ ટૂર્નામેન્ટ ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ બની રહી છે. IPL 2024 પછી T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે. જેના માટે BCCIના પસંદગીકારોએ મજબૂત ટીમ ઈન્ડિયાની પસંદગી કરવી પડશે. હવે BCCI પસંદગીકારોએ આ અંગે એક ખાસ યોજના બનાવી છે, જેના દ્વારા તેઓ ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી શકશે.
IPL 2024થી ભારતને પરફેક્ટ ટીમ મળશે
T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થશે. આ વખતે ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. જેના કારણે BCCI પસંદગીકારો મજબૂત ભારતીય ટીમની શોધમાં છે. તે જ સમયે, IPL 2024માં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે. આ અંગે, આ વખતે BCCI પસંદગીકારો IPL મેચોમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને ખેલાડીઓના પ્રદર્શન, રમવાની ટેકનિક વગેરે પર નજર રાખશે.
મીડિયા અહેવાલો અનુસાર, BCCI પસંદગીકારો ખેલાડીઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરીને અને તેમના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યા પછી ભારતની ટીમને અંતિમ રૂપ આપવા માટે IPL 2024 પર ધ્યાન આપશે. IPL મેચોમાં ભાગ લેવાનો BCCI પસંદગીકારોનો આ નિર્ણય વ્યૂહરચનામાં ફેરફાર દર્શાવે છે. ખેલાડીઓને ઉચ્ચ દબાણની પરિસ્થિતિઓમાં કેવું પ્રદર્શન કરે છે તેનું ધ્યાન રાખશે.
આ ખેલાડીઓ પર નજર
IPL 2024માં બધાની નજર રિષભ પંત, ધ્રુવ જુરેલ, સંજુ સેમસન અને કેએલ રાહુલ પર ટકેલી છે. તે બધા વિકેટકીપર બેટ્સમેન છે, તેથી આ ચાર ખેલાડીઓમાંથી ઓછામાં ઓછા બે વિકેટકીપર બેટ્સમેનને BCCI પસંદગીકારો T20 વર્લ્ડકપ 2024 માટે ટીમમાં પસંદ કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે IPL 2024માં આ ખેલાડીઓમાંથી કોનું પ્રદર્શન શ્રેષ્ઠ રહે છે.