• ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 6 રનથી હરાવ્યું
  • મોહમ્મદ રિઝવાનની ધીમી ઈનિંગ નિશાના પર
  • કોચ ગેરી કર્સ્ટને મોહમ્મદ રિઝવાનનો બચાવ કર્યો

ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. આ પહેલા બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનને અમેરિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હાર બાદ પાકિસ્તાન ખૂબ જ શરમ અનુભવી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન ટીકાકારોના નિશાના પર આવ્યો છે. મોહમ્મદ રિઝવાને 44 બોલમાં 31 રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટરો અને પાકિસ્તાની ચાહકોનું કહેવું છે કે મોહમ્મદ રિઝવાનની ધીમી ઈનિંગે પાકિસ્તાનને હરાવ્યું. પરંતુ હવે પાકિસ્તાનના કોચ ગેરી કર્સ્ટને મોહમ્મદ રિઝવાનનો બચાવ કર્યો છે.

'અમે પ્રથમ 15 ઓવરમાં સારું પ્રદર્શન કર્યુ

પાકિસ્તાનના કોચ ગેરી કર્સ્ટનનું માનવું છે કે 15 ઓવર પછી બેટ્સમેનો વ્યૂહરચના મુજબ પોતાનું કામ પાર પાડી શક્યા નથી. તેમજ પાકિસ્તાનના બેટ્સમેનો વધારાના દબાણમાં આવી ગયા હતા. મને લાગે છે કે આવી પિચ પર સ્ટ્રાઈક ફેરવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી હું તમારી સાથે સહમત છું કે કેટલીકવાર આવી મેચ જોવાની મજા આવે છે જ્યાં ફક્ત બાઉન્ડ્રી મહત્વની નથી, પરંતુ તમારે ખરેખર 120 બોલ રમવાની જરૂર છે. પાકિસ્તાની કોચે કહ્યું કે અમે શરૂઆતની 15 ઓવરો સુધી સારો દેખાવ કર્યો હતો, પરંતુ તે પછી અમે ટાર્ગેટથી ભટકી ગયા, અમે ઘણી વિકેટો ગુમાવી દીધી હતી.

'અમારી પાસે ઘણા સારા વિકલ્પો'

જોકે ગેરી કર્સ્ટને પાકિસ્તાનના બોલરોના વખાણ કર્યા હતા. ગેરી કર્સ્ટને કહ્યું કે અમારા બોલરોએ ભારતને સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. જો તમે 10 થી 20 ઓવર વચ્ચેના રેકોર્ડ પર નજર નાખો તો અમારું પ્રદર્શન શાનદાર રહ્યું છે, અમારી પાસે ઘણા સારા ફાસ્ટ બોલરો છે અને ઇમાદ વસીમ પણ આજે ખરેખર સારી બોલિંગ કરે છે, અમારી પાસે ઘણા સારા વિકલ્પો છે અને જો આપણે આ રીતે ચાલુ રાખીએ તો અમારી સામે બેટિંગ કરવી મુશ્કેલ બનશે.

  • Follow us on: