- ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 6 રનથી હરાવ્યું
- હાર બાદ PCB ચીફ મોહસિન નકવીએ મોટું નિવેદન
- પાકિસ્તાન ક્રિકેટમાં થઈ શકે છે મોટા ફેરફાર
જે ટીમ T20 વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં 120 રનનો પીછો કરી શકતી નથી. જે ટીમ અમેરિકા સામે હારતી હોય અને ટીમના ખેલાડીઓ જો એમ વિચારે કે તેઓ વર્લ્ડકપ જીતી જશે તો તે અર્થહીન હશે. ભારત સામેની હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હાલ ભૂકંપ આવી ગયો છે. PCB પણ સમજી શકતું નથી કે શું થઈ રહ્યું છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે આવનારા કેટલાક દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જ્યારે ઘણા મોટા ખેલાડીઓને અસર થશે, જે ખેલાડીઓ હાલમાં બહાર છે તેઓ પરત ફરે તેવી શક્યતા છે.
PCB ચીફ મોહસિન નકવીએ મોટું નિવેદન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું છે કે બાબર આઝમની કપ્તાનીવાળી ટીમમાં પરિવર્તન કરવાની જરૂર છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, નકવીએ ન્યૂયોર્કમાં કહ્યું કે મને લાગતું હતું કે મેચ જીતવા માટે ટીમમાં કેટલાક ફેરફારો કરવા પડશે, પરંતુ હવે લાગે છે કે ટીમમાં ખૂબ મોટા ફેરફાર કરવા પડશે. નકવીએ એમ પણ કહ્યું કે હવે એવા ખેલાડીઓ પર ધ્યાન આપવાની જરૂર છે જેઓ છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. તેણે કહ્યું કે અમે અમેરિકા અને હવે ભારત સામે જે રીતે મેચ હારી છે તે ખૂબ જ નિરાશાજનક છે. આપણે હવે એવા ખેલાડીઓ પર નજર રાખવાની છે જેઓ અત્યારે ટીમમાં નથી. નકવીએ કહ્યું કે દરેક વ્યક્તિ પૂછે છે કે ટીમ શા માટે સારું પ્રદર્શન કરી રહી નથી. અત્યારે વર્લ્ડકપ ચાલી રહ્યો છે પરંતુ અલબત્ત આપણે દરેક બાબતને ધ્યાનમાં લેવાની જરૂર છે.
મોહસીન નકવી પણ મેચ જોવા આવ્યા હતા
PCB ચીફ મોહસિન નકવી રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ જોવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. એવું કહેવાય છે કે જેવી જ ટીમ ઈન્ડિયાએ 19મી ઓવરમાં મેચ પર કબજો જમાવ્યો અને લગભગ નિશ્ચિત થઈ ગયું કે ભારતીય ટીમ મેચ જીતવા જઈ રહી છે, મોહસિન નકવી સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયા. આ પછી જ્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા ત્યારે તેણે આવું નિવેદન આપ્યું, જે પાકિસ્તાન ક્રિકેટમાં મોટા પરિવર્તન તરફ ઈશારો કરે છે. જોકે, પાકિસ્તાન પાસે હજુ બે વધુ મેચ બાકી છે, જે 11 અને 16 જૂને રમાશે.