રાહુલ દ્રવિડ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. ગંભીરના કોચિંગ કાર્યકાળને લગભગ 4 મહિના થઈ ગયા છે, આ ચાર મહિનામાં ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઇન્ડિયાના નામે ઘણા શરમજનક રેકોર્ડ નોંધાયા છે.


પહેલા શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 26 વર્ષ બાદ વનડે સીરિઝમાં હરાવ્યું હતું, ત્યારબાદ ન્યુઝીલેન્ડે ટેસ્ટ સીરીઝમાં પહેલીવાર ભારતને ઘરઆંગણે હરાવ્યું છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 3-0થી મળેલી હાર બાદ ગૌતમ ગંભીરના કોચિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જે બાદ મોટો સવાલ એ છે કે શું હવે ગૌતમ ગંભીરનો કાર્યકાળ સમાપ્ત થશે?

ગંભીરનો કાર્યકાળ થશે સમાપ્ત?

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ ટૂંકો હોઈ શકે છે. જુલાઈમાં તક મળ્યા બાદ ગંભીરને પદ છોડવું પડી શકે છે અથવા તો તેને દૂર કરી દેવામાં આવી શરે છે. તે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરે છે તેના પર નિર્ભર રહેશે.

 

ટીમ ઈન્ડિયાને 2012 પછી ઘરઆંગણે તેની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા 18 સીરીઝમાં અજેય રહી હતી. સૌથી ખરાબ વાત એ હતી કે આ પ્રથમ વખત હતો જ્યારે ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે 3 કે તેથી વધુ મેચોની સિરીઝમાં વ્હાઈટવોશ થઈ હોય.

ગંભીરના આશ્ચર્યજનક નિર્ણયો

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈમાં મોટી ટર્નિંગ પિચો પર ગંભીરના નિર્ણય બીસીસીઆઈમાં ઘણા લોકો સાથે સારો ન હતો, ખાસ કરીને જ્યારે ન્યુઝીલેન્ડ પહેલાથી જ સ્પિનિંગ પુણેની પીચ પર ભારતને હરાવીને સિરીઝ જીતી ચૂક્યું હતું. આ સિવાય તેના કેટલાક નિર્ણયો પણ આશ્ચર્યજનક રહ્યા છે.

જેમાંથી એક પુણે અને મુંબઈ બંનેમાં પીચો સૂકી હોવા છતાં બે પેસર રમવાનો નિર્ણય હતો. આ સિવાય ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાનના સ્થાને મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને મોકલવું અજીબ લાગ્યું. જ્યારે વોશિંગ્ટન સુંદરને રવિચંદ્રન અશ્વિનના સ્થાન પર ઓછામાં ઓછા એક વખત વહેલા મોકલી શકાયો હોત તો તેના બદલે તે ત્રણ વખત નવમા નંબર પર રમવા આવ્યો હતો.


  • Follow us on: