- ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ સમાપ્ત
- ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું
- ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે અલગ દેખાશે જેમાં ઘણા સિનિયર ખેલાડીઓ હાજર છે. હવે ODI સિરીઝ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેનો BCCIએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો છે.
ગૌતમ ગંભીરે શું કહ્યું?
વીડિયોમાં ગંભીરે પહેલા ભાષણ આપ્યું હતું. ગંભીરે કહ્યું, "સિરીઝ જીતવા બદલ અભિનંદન. સૂર્યાને પણ અભિનંદન. શાનદાર કેપ્ટન્સી સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. મેં સિરીઝની શરૂઆત પહેલા કંઈક માંગ્યું હતું અને તમે મને આપ્યું છે. જ્યારે તમે સતત લડો છો, ત્યારે તમને પરિણામ મળે છે. મેચ જીતવા માટે એકમાત્ર રસ્તો એ છે કે દરેક બોલ અને દરેક રન માટે લડતા રહેવું."
ગંભીરે આગળ કહ્યું, "આ મેચમાંથી ઘણું શીખવા મળે છે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે આ એક શાનદાર જીત છે. કેટલાક ખેલાડીઓ 50 ઓવરની ફોર્મેટની સિરીઝનો ભાગ નહીં હોય. વધુમાં હેડ કોચે ફિટનેસ વિશે વાત કરી હતી. અને હાર્દિક પંડ્યાને બોલવાની જવાબદારી સોંપી હતી.
હાર્દિકે સૂર્યાની કપ્તાનીના કર્યા વખાણ
હાર્દિક પંડ્યાએ પોતાની વાતની શરૂઆત એમ કહીને કરી કે, "સૌથી પહેલા તો ખૂબ જ અદ્ભુત. મને લાગે છે કે પહેલા બેટિંગ કરવી એક પડકાર હતો. પરિસ્થિતિ મુશ્કેલ હતી, પરંતુ શરૂઆતની વિકેટો ગુમાવ્યા પછી, શુભમન અને રિયાને જે પ્રકારની બેટિંગ અને ભાગીદારી કરી તે શાનદાર હતી. મને લાગે છે કે તમે બંનેએ જે કર્યું તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને તેનાથી આપણે સારા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. હાર્દિકે વધુમાં કહ્યું કે, સૂર્યાએ જે રીતે બોલરો ફેરવ્યા તે ખુબ જ શાનદાર હતા.