• નંબર 3 પર કોહલી અને મેક્સવેલની પણ થઈ પસંદગી
  • ઓપનર તરીકે ડિ કોક અને રોહિત શર્માની પસંદગી
  • જસપ્રીત બુમરાહ અને મોહ્મ્મદ શમીને મળી જગ્યા

છેલ્લા કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર વન ડે વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું છે. આ સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાનું સપનું ખોવી ચૂકી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે પોતાની બેસ્ટ વર્લ્ડ કપ ઈલેવનની પસંદગી કરી. ગૌતમ ગંભીરની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય 4 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

આ ખેલાડીઓને ગૌતમ ગંભીરની ટીમમાં સ્થાન મળ્યું

ગૌતમ ગંભીરે ક્વિન્ટન ડી કોક અને રોહિત શર્માને ઓપનર તરીકે પસંદ કર્યા છે. આ પછી નંબર-3 માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની પસંદગી તરીકે વિરાટ કોહલી છે. આ સિવાયના ખેલાડીમાં ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન અને ગ્લેન મેક્સવેલને અનુક્રમે નંબર-4, નંબર-5 અને નંબર-6 માટે તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય અઝમતુલ્લા ઓમરઝાઈ અને માર્કો જેન્સનને ઓલરાઉન્ડર તરીકે પસંદ કર્યા છે. જ્યારે સ્પિનર ​​તરીકે રાશિદ ખાને ગૌતમ ગંભીરની ટીમમાં જગ્યા બનાવી છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.

 

ગૌતમ ગંભીરની વર્લ્ડ કપની પ્લેઈંગ-11

ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા, વિરાટ કોહલી, ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન, ગ્લેન મેક્સવેલ, અઝમતુલ્લા ઉમરાઝાઈ, માર્કો જેન્સન, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 240 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

  • Follow us on: