• ગંભીરની ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ તરીકે પસંદગી
  • જ્યારે બોલિંગ અને બેટિંગ કોચની પસંદગી હજુ બાકી છે
  • ગંભીરે બોલિંગ કોચ માટે મોર્ને મોર્કેલનું નામ સૂચવ્યું

ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બની ગયો છે. જ્યારે બોલિંગ અને બેટિંગ કોચની પસંદગી હજુ બાકી છે. અત્યાર સુધી બોલિંગ કોચ માટે અભિષેક નાયરનું નામ સામે આવતું હતું. IPL 2024માં KKR માટે ગંભીર અને અભિષેક વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, બોલિંગ કોચ બનવા માટે ગંભીરે સાઉથ આફ્રિકાના આ દિગ્ગજનું નામ આપ્યું છે. જો કે, BCCI આ અંગે અંતિમ નિર્ણય લેશે.

આ દિગ્ગજ બની શકે છે બોલિંગ કોચ

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે બોલિંગ કોચ માટે સાઉથ આફ્રિકાના પૂર્વ બોલર મોર્ને મોર્કેલનું નામ સૂચવ્યું છે. જો કે બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. અહેવાલો અનુસાર, BCCI મોર્ને મોર્કેલના નામ પર વિચાર કરી શકે છે.

ગૌતમ ગંભીર અને મોર્ને મોર્કેલ આ પહેલા IPLમાં સાથે કામ કરી ચુક્યા છે. જ્યારે ગંભીર આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો ત્યારે મોર્કેલ ટીમનો બોલિંગ કોચ હતો. એક રિપોર્ટ અનુસાર, BCCIએ મોર્ને મોર્કેલ સાથે પણ કેટલીક ચર્ચા કરી છે.

મોર્કેલ પાકિસ્તાન ટીમના કોચ હતા

મોર્ને મોર્કેલ ODI વર્લ્ડકપ 2023 દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના બોલિંગ કોચ હતા. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જે બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા બદલાવ જોવા મળ્યા હતા. મોર્કેલે પણ પાકિસ્તાન ક્રિકેટ સાથેનો કરાર પૂરો થાય તે પહેલા જ પદ છોડી દીધું હતું. મોર્કેલ સાઉથ આફ્રિકા માટે 12 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો હતો. મોર્કેલ તેના જમાનાનો ખૂબ જ સારો બોલર હતો. મોર્કેલે સાઉથ આફ્રિકા માટે 86 ટેસ્ટ, 117 વનડે અને 44 T20 મેચ રમી છે. મોર્કેલે ટેસ્ટ ક્રિકેટમાં 309, વનડેમાં 188 અને T20માં 47 વિકેટ ઝડપી છે.

  • Follow us on: