- રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ
- જોગીન્દર શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીર પર પ્રતિક્રિયા આપી
- ભારતીય ટીમમાં વધુ સમય સુધી ટકી શકશે નહીં: જોગીન્દર શર્મા
ભારતને 2007 T20 વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ ઓલરાઉન્ડર જોગીન્દર શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીર પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે ગૌતમ ગંભીર પોતાની રીતે નિર્ણય લે છે અને તેના કારણે તેના ખેલાડીઓ સાથે મતભેદ હોઈ શકે છે.તેમનું માનવું છે કે તે ભારતીય ટીમમાં વધુ સમય સુધી ટકી શકશે નહીં.
ભારતીય ક્રિકેટમાં ગૌતમ ગંભીર યુગનો પ્રારંભ થયો છે. રાહુલ દ્રવિડ બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. બધા જાણે છે કે ગૌતમ ગંભીર ખૂબ જ ખુલ્લેઆમ બોલે છે અને તે કોઈ પણ બાબતમાં બોલતા અચકાતા નથી.
જોગીન્દર શર્મા હેડ કોચ અંગે આપ્યું નિવેદન
જોગીન્દર શર્માએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, ગૌતમ ગંભીર ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે પરંતુ મારું માનવું છે કે તે ભારતીય ટીમમાં વધુ સમય સુધી ટકી શકશે નહીં.ગૌતમ ગંભીરના નિર્ણયો મોટાભાગે એવા હોય છે જે બીજાને પસંદ આવતા નથી. ગૌતમ ગંભીર સીધો બોલનાર છે. તે કોઈની ખુશામત કરવાનો નથી.આપણે જ તેને શ્રેય આપીએ છીએ. તે પોતાનું કામ સાચા દિલથી કરે છે
રોહિત શર્માએ ગંભીર અંગે આપી પ્રતિક્રિયા
હાલમાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ ગૌતમ ગંભીર વિશે પ્રતિક્રિયા આપી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ગંભીર કેમ વધારે હસતો નથી. જવાબમાં તેણે કહ્યું, ગૌતમ ભાઈ ડ્રેસિંગ રૂમમાં ખૂબ મજાક કરે છે. આ તેની અંગત વાત છે અને આપણે તેની અંગત બાબતો વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ કે તે હસશે કે નહીં. દરેક વ્યક્તિ તદ્દન અલગ હોય છે. દરેકની પોતાની પસંદગી હોય છે. અમે અહીં શ્રીલંકામાં મળ્યા અને ટીમની આગળની રણનિતીને લઈને ઘણી વાતો કરી હતી.