- પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની સેમીફાઈનલમાં લક્ષ્ય સેનની હાર
- લક્ષ્ય સેનને મુકાબલો ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સાથે થયો હતો
- એક્સેલસન સામે 19-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો સામનો ટોક્યો ઓલિમ્પિક 2020ના ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સાથે થયો હતો. વિક્ટર અત્યારે વર્લ્ડ રેન્કિંગમાં બીજા સ્થાને છે. તેણે બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી છે. લક્ષ્ય સેનને વિક્ટર એક્સેલસન સામે 19-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે લક્ષ્ય સેન બ્રોન્ઝ મેડલ માટે રમશે.
લક્ષ્ય સેનની સેમિફાઈનલમાં હાર
પ્રથમ સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. આ દરમિયાન બંને ખેલાડીઓ એક-એક પોઈન્ટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. લક્ષ્યે પહેલા જ સેટમાં બે ગેમ પોઈન્ટ હાંસલ કર્યા હતા. જોકે, આ પછી વિક્ટર એક્સેલસને વાપસી કરી હતી અને સેટ 21-19થી જીતી લીધો હતો. લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો હતો.
બીજા સેટમાં લક્ષ્ય સેને એક સમયે 8-0ની લીડ મેળવી હતી. આ પછી વિક્ટર એક્સેલસને જોરદાર વાપસી કરી અને લક્ષ્યને કોઈ તક આપી નહીં. લક્ષ્ય પાસે તેના બેકહેન્ડનો કોઈ જવાબ નહોતો. મેચના અંતે તે ગોલ કોર્ટ પર જ પર ડાન્સ કરી રહ્યો હતો. તેણે આ સેટ 14-21થી જીત્યો હતો. વિક્ટર એક્સેલસેને હવે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે લક્ષ્ય સેનની સફર હજુ પૂરી થઈ નથી. તે ભારતના બ્રોન્ઝ મેડલ માટે રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં તેની પાસે ફરી એકવાર મેડલ જીતવાની તક છે.