- એશિયા કપ માટે ટીમની સત્તાવાર જાહેરાત
- જાહેરાત પહેલા બ્રોડકાસ્ટર દ્વારા મોટી ભૂલ
- ફેન્સે બ્રોડકાસ્ટર અને BCCIને કર્યા ટ્રોલ
એશિયા કપ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત પહેલા, બ્રોડકાસ્ટરને એક ભૂલના કારણે સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો હતો. એશિયા કપની ટીમની જાહેરાત બાદ ટીમની પસંદગી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટીમમાં સંજૂ સેમસન, શુભમન ગીલ અને ચહલ જેવા ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. તે સાથે ખરાબ રેકોર્ડ ધરાવનાર સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જેને લઈને ફેન્સ થી લઈને પૂર્વ ક્રિક્રેટરો BCCIને ટ્રોલ કરી રહ્યા છે.
બ્રોડકાસ્ટર દ્વારા મોટી ભૂલ કરવામાં આવી
21 ઓગસ્ટના રોજ બપોરે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા બ્રોડકાસ્ટર દ્વારા એક મોટી ભૂલ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જ્યારે ટીમના 17 ખેલાડીઓના નામની જાહેરાત કરી ત્યારે તેમાં ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનું નામ સામેલ હતું. આ પહેલા એશિયા કપના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સે જણાવ્યું હતું કે ગિલને ભારતની ટીમમાં સ્થાન મળ્યું નથી.
જેમ જ બ્રોડકાસ્ટર દ્વારા કહેવામાં આવ્યું કે શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, ત્યારપછી સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ ઝડપથી જોવા મળી રહી છે. જોકે, આના બરાબર 9 મિનિટ પછી જ્યારે અગરકરે ટીમની જાહેરાત કરી ત્યારે ગિલનું નામ તેમાં સામેલ હતું. આવી સ્થિતિમાં બ્રોડકાસ્ટરે પોતાની ભૂલ માટે માફી પણ માંગવી પડી હતી.
બ્રોડકાસ્ટરે પોતાની ભૂલ માટે માગી માફી
માહિતી આપતાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે કહ્યું કે ગિલ ટીમનો ભાગ છે ત્યારે સંજુ સેમસનને બેકઅપ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ પછી, ભૂતપૂર્વ ખેલાડી વસીમ જાફર સહિત, ઘણા ફેન્સએ ગીલને લઈને થયેલી ભૂલને કારણે સોશિયલ મીડિયા પર બ્રોડકાસ્ટર અને બીસીસીઆઈને ટ્રોલ કર્યા.
હાર્દિક પંડ્યા વાઇસ-કેપ્ટન, બુમરાહ-શમીની જોડી ફરી સાથે જોવા મળશે
એશિયા કપ માટે જાહેર કરાયેલી 17 સભ્યોની ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. તે જ સમયે, બુમરાહ અને મોહમ્મદ શમીની જોડી ફરી એકવાર મેદાન પર જોવા મળશે. આ સિવાય રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 3 મુખ્ય સ્પિન બોલરો તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.