• મિચેલ જોનસને ડેવિડ વોર્નરને લઈ આપ્યું નિવેદન
  • ડેવિડ વોર્નરને ગણાવ્યો સૌથી મોટું સ્કેન્ડલ કરનારો
  • ગ્લેન મેક્સવેલે જોનસનને આપ્યો જોરદાર જવાબ

પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. અહીં પાકિસ્તાની ટીમ 3 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ડેવિડ વોર્નરને સામેલ કર્યો છે. જે તેના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી ટેસ્ટ સીરિઝ છે. ડેવિડ વોર્નર પાકિસ્તાન વિરુદ્ધ થનારી આ ટેસ્ટ સીરિઝ બાદ ફરી ક્યારેય ઓસ્ટ્રેલિયા માટે સફેદ જર્સીમાં જોવા મળશે નહીં. જો કે, ટેસ્ટ ફોર્મેટમાં વોર્નરનું ફોર્મ અત્યારે સારૂં નથી. આમ છતાં તેમણે સીરિઝમાં સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે. જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિચેલ જોનસને સવાલ ઉઠાવ્યા હતા. જોનસને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટન ઈતિહાસમાં સૌથી મોટું સ્કેન્ડલ કરનારા ખેલાડીને હીરો જેવી વિદાઈ કેમ આપવામાં આવી રહી છે. જેના પર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે જોરદાર જવાબ આપ્યો છે.

જોનસનનો વોર્નર પર હુમલો

મિચેલ જોનસને થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, આપણે ડેવિડ વોર્નરની વિદાઈ સીરિઝની તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ કોઈ મને એ જણાવી શકે છે કે, આપણે આવું શું કામ કરીએ છીએ? ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરનારા એક ઓપનર બેટ્સમેનને સંન્યાસની તારીખ ખુદ નક્કી કરવાની તક કેમ આપવામાં આવી છે? ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઈતિહાસમાં થયેલા સૌથી મોટા સ્કેન્ડલમાં સામેલ ખેલાડીમાંથી એકને હીરો જેવી વિદાઈ કેમ આપવામાં આવી રહી છે?

જોનસનના નિવેદને શરૂ કરી ચર્ચા

ડેવિડ વોર્નર અંગે મિચેલ જોનસનના આ નિવેદને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાથે સમગ્ર વિશ્વના ક્રિકેટ ફેન્સમાં એક નવી ચર્ચા શરૂ કરી હતી. અમક લોકો જોનસનની આ વાત સાથે સહમત પણ છે, પરંતુ મોટાભાગના લોકો જોનસનના આ નિવેદનનો અયોગ્ય ગણાવી રહ્યા છે. આ તમામ વચ્ચે ઓસ્ટ્રેલિયના ઓલરાઉન્ડર અને વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર ગ્લેન મેક્સવેલને પણ વોર્નરનો પક્ષ લઈને પોતાના પૂર્વ સાથીને જોરદાર જવાબ આપ્યો છે.

મેક્સવેલે આપ્યો જોરદાર જવાબ

મેક્સવેલે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે લાંબા સમયથી ચેમ્પિયન રહ્યા છે અને સિલેક્ટર્સે તેમને સમજી-વિચારીને જ ટીમમાં સ્થાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલા વનડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવવા માટે ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

  • Follow us on: