• ગ્રાન્ટ બ્રેડબર્નનું પાકિસ્તાનના હાઇ પરફોર્મન્સ કોચ પદેથી રાજીનામું
  • ગ્રાન્ટ બ્રેડબર્ન 2018થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા હતા
  • 2018 થી 2020 સુધી ટીમના આસિસ્ટન્ટ કોચની ભૂમિકા ભજવી

ગ્રાન્ટ બ્રેડબર્ને ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ છોડી દીધું છે. તેઓ પાકિસ્તાનના હાઇ પરફોર્મન્સ કોચ હતા. છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પ્રસંગોએ તે મિકી આર્થરની ગેરહાજરીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા.

પાકિસ્તાનના કોચે આપ્યું રાજીનામું

બ્રેડબર્ન 2018થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા હતા. તેણે 2018 થી 2020 સુધી પાકિસ્તાન ટીમના આસિસ્ટન્ટ કોચની ભૂમિકા ભજવી હતી. આ પછી, 2020 માં તેમને હાઇ પરફોર્મન્સ કોચ બનાવવામાં આવ્યા. ગત વર્ષે તે સકલેન મુશ્તાકની જગ્યાએ પાકિસ્તાન ટીમનો કોચ બન્યા હતા. તેમણે મુખ્ય કોચ તરીકે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસ પણ કર્યા હતા. તે વન ડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમ સાથે ભારત પણ આવ્યા હતા. તેમણે પાકિસ્તાની ટીમના તત્કાલીન ડિરેક્ટર મિકી આર્થર સાથે કામ કર્યું હતું.

વર્લ્ડ કપ 2023 માંથી પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ કોચિંગ હોદ્દાઓમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો પરંતુ બ્રેડબર્ન અને આર્થર બંનેને ઔપચારિક રીતે પદ પરથી હટાવવામાં આવ્યા ન હતા. જોકે, આ બંનેએ પાકિસ્તાની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ન હતો. અહીં મોહમ્મદ હફીઝ ટીમના ડાયરેક્ટર હતા. જોકે, હવે ગ્રાન્ટે 5 વર્ષ સુધી કામ કર્યા બાદ PCBથી અલગ થઈ ગયા છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.

બ્રેડબર્ન આભાર માન્યો

ગ્રાન્ટ બ્રેડબર્ને લખ્યું છે, 'પાકિસ્તાન ક્રિકેટ સાથેના સુવર્ણ અધ્યાયનો અંત લાવવાનો સમય આવી ગયો છે. પાંચ વર્ષ સુધી ત્રણ રોલ કરવાનો મોકો મળ્યો. આ સમય દરમિયાન જે કંઈ હાંસલ થયું છે તેના પર મને ગર્વ છે અને એ હું આભારી છું કે મને આવા મહાન ખેલાડીઓ, કોચ અને સ્ટાફ સાથે કામ કરવાની તક મળી છે.

બ્રેડબર્ન આ ટીમ સાથે જોડાશે

ગ્રાન્ટ બ્રેડબર્ન હવે ગ્લેમોર્ગનમાં જોડાયા છે. તેણે ગ્લેમોર્ગનના મુખ્ય કોચ તરીકે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. તે આવતા મહિનાથી ટીમ સાથે જોડાશે. તે દરેક ફોર્મેટમાં આ વેલ્સ કાઉન્ટી માટે મુખ્ય કોચ હશે.

  • Follow us on: