• IPLની 17મી મેચમાં ગુજરાત અને મુંબઇ સામસામે ટકરાશે
  • શુભમન ગીલને ગુજરાત જાયન્ટ્સના નેતૃત્વની જવાબદારી સોંપાઇ
  • આઈપીએલમાં અત્યાર સુધીમાં MI અને GT 4 વખત સામસામે આવ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 5મી મેચમાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી થશે. હાર્દિક પંડ્યા આ મેચમાં પોતાની જૂની ફ્રેન્ચાઈઝીને હરાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. IPL 2024 પહેલા, MIએ હાર્દિક પંડ્યાને GTથી ટ્રેડ કર્યો હતો. આ પછી રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. હાર્દિકના ગયા બાદ શુભમન ગીલને ગુજરાત ટાઇટન્સના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર

જો ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કરનો મુકાબલો છે. કોઈ ટીમ બીજા કરતા ચડિયાતી નથી લાગતી. આઈપીએલમાં અત્યાર સુધીમાં MI અને GT 4 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન બંને ટીમોએ 2-2 મેચ જીતી છે. જો કે હવે બંને ટીમના કેપ્ટન બદલાયા છે. આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે કઈ ટીમ કોના ઉપર હાવી થાય છે.

GT vs MI હેડ ટુ હેડ

  • કુલ મેચ - 4
  • મુંબઈ ઈન્ડિયન્સ જીત્યું- 2
  • ગુજરાત ટાઇટન્સ જીત્યું- 2

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આંકડા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ અત્યાર સુધીમાં 10 મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન જીટીએ 6 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર જીટીએ પ્રથમ બેટિંગ કરીને 4 મેચ જીતી છે અને લક્ષ્યનો પીછો કરીને 2 મેચ જીતી છે. બીજી તરફ મુંબઈએ અમદાવાદમાં 4 મેચ રમી છે અને તે માત્ર 1માં જ જીતી શકી છે. આ સિવાય MIને પણ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈના આંકડા સુધારવાનો પ્રયાસ કરશે.

અમદાવાદ પિચ રિપોર્ટ

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPLમાં હાઈ સ્કોરિંગ પિચ તરીકે જાણીતું છે. સફેદ બોલના ક્રિકેટમાં પીચ બેટ્સમેન અને બોલરો બંને માટે સંતુલિત સપાટી પૂરી પાડે છે. ઝડપી બોલરોને કેટલીક સીમ મૂવમેન્ટ અને વધારાનો ઉછાળો મળે છે, જે અમુક સમયે મદદરૂપ થઈ શકે છે.

  • Follow us on: