ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો અને આજે તે પોતાનો 34મો જન્મદિવસ મનાવી રહ્યો છે. સૂર્યકુમારે 31 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા બાદ તાજેતરમાં જ તેને આ ફોર્મેટમાં પૂર્ણકાલીન કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. SKY ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે પરંતુ તેને T20માં સૌથી વધુ સફળતા મળી અને આ ફોર્મેટમાં તેના નામે કેટલાક જબરદસ્ત રેકોર્ડ છે.


વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે ટી20 ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરનાર સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 71 મેચ રમી છે, જેમાં તેણે 42.66ની એવરેજ અને 168.65ની સ્ટ્રાઈક રેટથી 2432 રન બનાવ્યા છે. તેના નામે ચાર સદી પણ નોંધાયેલી છે. આજે, સૂર્યકુમારના 34માં જન્મદિવસના અવસર પર, અમે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોપ 5 શ્રેષ્ઠ ઇનિંગ્સનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 56 બોલમાં 100 રન, 2023

સૂર્યકુમાર યાદવે વર્ષ 2023ના છેલ્લા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ મેચમાં 56 બોલમાં 100 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી, જેમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થતો હતો, જે શ્રેણી જીતવા માટે જરૂરી હતી. તેની ઇનિંગ્સની મદદથી ભારતે 200થી વધુ રન બનાવ્યા અને 106 રનથી મેચ જીતીને સિરીઝ બરાબરી કરી.


ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ 51 બોલમાં 111* રન, 2022

2022ના ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર, સૂર્યકુમાર યાદવે T20 શ્રેણીની બીજી મેચમાં શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી. સૂર્યકુમારે 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને 65 રનથી જીત મેળવી હતી.


દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 40 બોલમાં 68 રન, 2022

આ યાદીમાં ત્રીજા સ્થાને સૂર્યકુમાર યાદવની 2022 T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી અડધી સદીની ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. આ મેચમાં સૂર્યકુમાર સિવાય અન્ય ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો અને સ્કાયએ 40 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા 133/9નો સ્કોર કરવામાં સફળ રહી હતી પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.


શ્રીલંકા વિરુદ્ધ 51 બોલમાં 112* રન, 2023

સૂર્યકુમાર યાદવે વર્ષ 2023 ની શરૂઆત શ્રીલંકા સામે વિસ્ફોટક મેચ-વિનિંગ સદી સાથે ઉજવણી કરી હતી. શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં તેણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા પણ સામેલ હતા. તેની ઇનિંગ્સની મદદથી ભારતે મોટો સ્કોર બનાવ્યો અને 91 રનથી જીત મેળવી.


ઈંગ્લેન્ડ વિરુદ્ધ 55 બોલમાં 117 રન, 2022

સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી T20 શ્રેણીની ત્રીજી મેચમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. 216ના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતે સ્કોર 31 થયો ત્યાં સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ સૂર્યાએ 55 બોલમાં 14 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 117 રન બનાવીને ટીમ ઈન્ડિયાની જીતની આશા જીવંત રાખી હતી. જોકે, તળિયાના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.



  • Follow us on: