- પેરિસ ઓલિમ્પિકમાં અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો
- નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો
- ભારતીય ક્રિકેટર હરભજન સિંહે અરશદ નદીમને આપી પ્રતિક્રિયા
પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. સમગ્ર ભારતની નજર નીરજ ચોપરા પર હતી. નીરજ ચોપરાએ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હતો, પરંતુ આ વખતે પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. અરશદ નદીમે તેના બીજા જ થ્રોમાં ઓલિમ્પિક રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
ભારતના નીરજ ચોપરા બીજા ક્રમે રહ્યા અને સિલ્વર મેડલ જીત્યો હતો. આ દરમિયાન અરશદ અને નીરજ ચોપરાનો એક ફોટો ફેક એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો અને ફોટો શેર કરનાર વ્યક્તિએ લખ્યું હતું કે અમે હંમેશા મિત્રો રહીશું.













