- સંજુ સેમસને KCL T20 ટૂર્નામેન્ટના લોગોનું અનાવરણ કર્યું
- આ ટૂર્નામેન્ટ 2 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બરે સુધી રમાશે
- તમામ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનના ફેન્સની સંખ્યા ઓછી નથી. તે હંમેશા ચાહકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. શુક્રવારે, એક ઇવેન્ટ દરમિયાન, તેણે કેરળ ક્રિકેટ લીગ T20 ટૂર્નામેન્ટના લોગોનું અનાવરણ કર્યું, ટૂર્નામેન્ટ 2 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બરે સુધી રમાશે. આ તમામ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે.
લીગમાં 6 ટીમો ભાગ લેશે
કેરળ ક્રિકેટ એસોસિએશનના સૂત્રએ જણાવ્યું હતું કે ફેન્સ દરરોજ બે રોમાંચક મેચોનો આનંદ લઈ શકે છે, જેમાં દિવસ અને રાત્રિની મેચનો સમાવેશ થાય છે. લીગની સત્તાવાર શરૂઆત પીઢ અભિનેતા અને KCL બ્રાન્ડ એમ્બેસેડર મોહનલાલ દ્વારા 31 ઓગસ્ટના રોજ બપોરે હયાત રિજન્સી ખાતે કરવામાં આવશે.
આ ખેલાડીઓ લેશે ભાગ
આ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે. જેમના નામ છે ત્રિવેન્દ્રમ રોયલ્સ, એરીઝ કોલ્લમ સેઇલર્સ, એલેપ્પી રિપલ્સ, કોચી બ્લુ ટાઇગર્સ, થ્રિસુર ટાઇટન્સ અને કાલિકટ ગોબસ્ટર્સ. આ ટી20 લીગમાં કેરળના કેટલાક ટોચના ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. ટુર્નામેન્ટ માટે હરાજીનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે. લીગ માટે કુલ 6 આઇકોન ખેલાડીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં અબ્દુલ બાસિત, સચિન બેબી, મોહમ્મદ અઝહરુદ્દીન, બંસિલ થમ્પી, વિષ્ણુ વિનોદ અને રોહન કુનુમલના નામ સામેલ છે.
સંજુ સેમસન કેરળ ક્રિકેટ લીગમાં નહીં રમે
સંજુ સેમસન કેરળ ક્રિકેટ લીગની પ્રથમ સિઝનમાં નહીં રમે. સેમસન તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમનો ભાગ હતો. ભવિષ્યમાં પણ તેને વધુ તકો મળશે તેવી પૂરી આશા છે. રિષભ પંત અને કેએલ રાહુલનું વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય છે. જો કે સેમસને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં પોતાના પ્રદર્શનથી પણ નિરાશ કર્યો હતો. સેમસન તેને મળી રહેલી તકોનો ફાયદો ઉઠાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે અને તેના કારણે તે ફેન્સ દ્વારા ટ્રોલ થઈ રહ્યો છે. ભારતીય ટીમ હવે બાંગ્લાદેશ સામે આગામી T20 શ્રેણી રમશે. 3 મેચની આ શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમાશે જ્યારે છેલ્લી મેચ 9 ઓક્ટોબરે રમાશે.