- હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સના સમાચાર
- હજુ સુધી કપલ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી
- હાર્દિક-નતાશાના નજીકના મિત્રએ આ મામલે પોતાનું મૌન તોડ્યું
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સના સમાચાર ચર્ચામાં છે. ઘણા અહેવાલો સામે આવ્યા છે કે તે ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે. જો કે આ મામલે હજુ સુધી કપલ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બંને માટે સાથે રહેવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. હવે હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિકના નજીકના મિત્રએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
થોડા મહિનાઓથી અલગ રહે છે હાર્દિક-નતાશા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિત્રનું કહેવું છે કે હાર્દિક અને નતાશા છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ રહે છે. તેમની વચ્ચે કેટલાક અણબનાવ ચાલી રહ્યા છે. મિત્રના કહેવા પ્રમાણે, નતાશાએ હાર્દિક પંડ્યાને છોડી દીધો છે. તેઓ ક્યારેય પાછા સાથે થશે કે નહીં તે કોઈ જાણતું નથી, પરંતુ બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે.
નતાશાએ હટાવી સરનેમ
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા સરનેમ હટાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે ફિટનેસ ટ્રેનર સાથે રિલેશનશિપમાં છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેને જ્યારે પંડ્યા વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે થેંક્યુ કહીને તેને ટાળી દીધો હતો. નતાશાના મૌનથી પણ આ અટકળોને વેગ મળ્યો છે. હાર્દિક પંડ્યા વિશે એવા સમાચાર હતા કે તે વિદેશમાં રજાઓ માણી રહ્યો છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે સ્વિમિંગ કરતો જોવા મળ્યો હતો. જેમાં નતાશા કે તેનો દીકરો તેની સાથે નહોતો. આવી સ્થિતિમાં અફવાઓનું બજાર ફરી ગરમાયું હતું.
કૃણાલ પંડ્યાના ફોટો પર નતાશાની કોમેન્ટ
આ અટકળો વચ્ચે કૃણાલ પંડ્યાનો એક ફોટો ચર્ચામાં છે. જેના પર નતાશાએ કમેન્ટ કરી છે. કૃણાલે પુત્ર કવિર અને ભત્રીજા અગસ્ત્ય સાથેનો ફોટો શેર કર્યો હતો. જેના પર નતાશાએ પ્રતિક્રિયા આપી હતી. નતાશાએ હાર્ટ ઈમોજી બનાવીને કોમેન્ટ કરી હતી.
તમને જણાવી દઈએ કે હાર્દિક અને પ્રોફેશનલ મોડલ નતાશા વચ્ચેના સંબંધોનો ખુલાસો 2019માં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે થયો હતો. કોવિડ સમયગાળા દરમિયાન આ દંપતીએ લગ્ન કર્યા હતા. ત્યારબાદ જુલાઈ 2020માં નતાશાએ તેના પહેલા પુત્રને જન્મ આપ્યો. ગયા વર્ષે તેણે ઉદયપુરમાં ફરી લગ્ન કર્યા. હવે તેમના સંબંધોમાં તિરાડના સમાચારે જોર પકડ્યું છે.