• હાર્દિક પંડ્યા અને નતાશા થયા અલગ
  • હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી
  • આ એક મુશ્કેલ નિર્ણય હતો: હાર્દિક

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 4 વર્ષના સંબંધો બાદ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી છે. મહિનાઓની અટકળો પછી હાર્દિકે 18 જુલાઈ, ગુરુવારે પોતાનો નિર્ણય જાહેર કર્યો. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું, લગભગ 4 વર્ષ બાદ હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. પરંતુ હવે બંનેએ એક જ નિર્ણય લીધો છે. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અગસ્ત્ય અમારા બંનેના જીવનનો હિસ્સો બની રહેશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.

નતાશા સ્ટેનકોવિક તેના વતન સર્બિયામાં પહોંચી

આ પહેલા નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો પછી એ વાતની પુષ્ટિ થઈ છે કે તે તેના વતન સર્બિયા ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના ઘરની બાલ્કનીમાંથી એક તસવીર શેર કરી છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યું, 'હોમ સ્વીટ હોમ'.

નતાશા તેના પુત્ર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી

આ પહેલા નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારબાદ તે બેગ લઈને જતી જોવા મળી હતી. તેણે સોશિયલ મીડિયા પર સૂટકેસની તસવીર પણ પોસ્ટ કરી હતી, જેના પછી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે કદાચ ભારત છોડી રહી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ 31 મે 2020 ના રોજ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ વર્ષે મે મહિનામાં બંને વચ્ચેના સંબંધોમાં તિરાડના સમાચાર આવ્યા હતા.

  • Follow us on: