- પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ IPLમાં કોમેન્ટ્રી કરતા જોવા મળે છે
- સિદ્ધુએ હાર્દિક પંડ્યાને વ્હાઇટ બોલ ટીમનો આગામી કેપ્ટન ગણાવ્યો
- નવજોત સિદ્ધુએ રોહિત શર્મા – વિરાટ કોહલીને લઇ કહી મોટી વાત
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર કોમેન્ટ્રીના મેદાનમાં ઉતર્યા છે. હાલમાં તેઓ IPLમાં કોમેન્ટ્રી કરતા જોવા મળે છે. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ RCB, MI, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વિશે વાત કરી હતી. સિદ્ધુએ હાર્દિક પંડ્યાને ભારતીય સફેદ બોલ ટીમનો આગામી કેપ્ટન ગણાવ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે શા માટે વિરાટ કોહલી ટીમમાં હોવા છતાં બેંગલુરુ IPL ટાઇટલ જીતવામાં સફળ રહી નથી.
RCBમાં કોહલી એકલો જ લડી રહ્યો હોય તેવી સ્થિતિ
IPL 2024માં પણ RCB ટીમની હાલત ખરાબ દેખાઈ રહી છે. બેંગલુરૂની હજુ સુધી IPL ટાઈટલ પણ જીતી શકી નથી. ઉલ્લેખનિય છેકે વિરાટ કોહલીએ પણ વર્ષો સુધી બેંગલુરૂની ટીમની કપ્તાની સંભાળી છે. હવે તે માત્ર એક ખેલાડી તરીકે રમી રહ્યો છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.
કોહલીને લઇ સિદ્ધુએ કહી મોટી વાત
આ મામલે સિદ્ધુએ કહ્યું કે કોહલી એકલો લડતો જોવા મળે છે. તેમને કોઈ સપોર્ટ કરતું નથી. આ જ કારણ છે કે RCBની હાલત ખરાબ દેખાઈ રહી છે. જો એક જ ખેલાડી બધું કરી શક્યો હોત તો સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરે ઘણું બધુ કર્યું હોત. RCB પાસે ડુ પ્લેસિસ, મેક્સવેલ જેવા ખેલાડીઓ છે, પરંતુ કોહલીને કોઈ સાથ આપી રહ્યું નથી.
હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું ભવિષ્ય
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિક પંડ્યા અંગે સિદ્ધુએ કહ્યું, 'હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું ભવિષ્ય છે. રોહિત શર્મા પ્રેઝેન્ટ છે. રોહિત હવે 36-37 વર્ષનો છે અને હજુ બે વર્ષ રહેશે. તે એક મહાન કેપ્ટન અને ખેલાડી છે. જ્યારે હું તેને જોઉં છું, ત્યારે એવું લાગે છે કે જાણે સમય થંભી ગયો છે. પરંતુ આપણે એવા ખેલાડીને તૈયાર કરવાનો છે જે રોહિત પછી ટીમની કમાન સંભાળી શકે.
ટેસ્ટમાં બુમરાહે ખુદને સાબિત કર્યો
સિદ્ધુએ કહ્યું હું હાર્દિક પંડ્યાને ટેસ્ટ કેપ્ટનશિપ આપવાની હિમાયત નથી કરી રહ્યો. જ્યારે રોહિત અને વિરાટ ન હતા ત્યારે હાર્દિકે આખા વર્ષ માટે T20ની કેપ્ટનશીપ સંભાળી હતી. BCCIએ આના પર ઘણું કામ કર્યું છે. મને લાગે છે કે T20-ODI ક્રિકેટમાં હાર્દિક પંડ્યા કુદરતી પસંદગી છે. જ્યારે તમે લાલ બોલ (ટેસ્ટ) માટે જુઓ છો ત્યારે BCCIએ પહેલેથી જ એક પ્લાન બનાવી લીધો છે અને તે છે જસપ્રિત બુમરાહ. આપણે વિરાટ વિશે વાત કરીએ છીએ, ધોની વિશે વાત કરીએ છીએ, પરંતુ જસપ્રિત બુમરાહ તમારી અપેક્ષાઓનો બોજ સારી રીતે ઉઠાવે છે તેની વાત પણ કરવી જોઇએ. તેણે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરી છે. બુમરાહ ટેસ્ટમાં ભારતીય ટીમની કપ્તાનીને લાયક છે.