• હાર્દિક પંડ્યાની ઈજાને લઈ મોટું અપડેટ સામે આવ્યું
  • હાર્દિક પંડ્યા BCCIના પ્લાન મુજબ કરી રહ્યો છે વર્કઆઉટ
  • વર્કઆઉટ કરતા હાર્દિકનો વીડિયો સામે આવ્યો

હાર્દિક પંડ્યા અત્યારે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડકપ 2023માં ઈજા પહોંચી હતી. જે બાદ તે ટીમમાં વાપસી કરી શક્યો નથી. હવે હાર્દિક વાપસી માટે ખુબ મહેનત કરતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને નેશનલ ક્રિકેટ એકેડમીએ હાર્દિક માટે 18 અઠવાડિયાનો ખાસ પ્લાન બનાવ્યો છે. જેમાં દરરોજ હાર્દિક પંડ્યાનું આકલન કરવામાં આવશે.

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે લગભગ તમામ પ્રકારનું વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક 18 અઠવાડિયા સુધી ટીમમાં પરત આવશે નહીં. કારણ કે, તે BCCIનો પૂરો પ્લાન પૂર્ણ કરશે. જો કે, હજુ હાર્દિકની વાપસીને લઈ કોઈ પ્રકારની અધિકૃત જાહેરાત થઈ નથી. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, ટીમમાં હાર્દિકની વાપસી ક્યારે થશે.

https://www.instagram.com/reel/C0gaADdtbqg/?utm_source=ig_embed&ig_rid=79e5d6ec-2c61-4bfa-8c5d-49c9877ce8dd


આફ્રિકા સીરિઝમાં પણ હાર્દિકને ન મળ્યું સ્થાન

ભારતીય ટીમે વનડે વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની T20 સીરિઝ રમી હતી. જેમાં હાર્દિક પંડ્યાને સામેલ કરવામાં આવ્યો નહતો. ઓલરાઉન્ડરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને T20નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા આફ્રિકા પ્રવાસ પર 3 T20 મેચની સીરિઝ શરૂઆત 10 ડિસેમ્બરથી કરશે. જેમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયો હતો હાર્દિક

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ 2023ની ચોથી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. જેમાં હાર્દિકને બોલિંગ કરવા સમયે ઈજા પહોંચી હતી. હાર્દિકના ઈજાગ્રસ્ત થયા બાદ ભારતની વર્લ્ડકપ ટીમમાં બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રૂપમાં ફેરફાર જોવા મળ્યો હતો.

  • Follow us on: