- હાર્દિક પંડ્યાની ઈજાને લઈ મોટું અપડેટ સામે આવ્યું
- હાર્દિક 18 અઠવાડિયા સુધી ટીમમાં નહીં થાય સામેલ
- BCCI અને NCAએ હાર્દિકને લઈ બનાવ્યો સ્પેશિયલ પ્લાન
હાર્દિક પંડ્યા વર્લ્ડકપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિકની વાપસી થઈ નથી. હવે મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે, આગાની 18 અઠવાડિયા સુધી હાર્દિક ટીમથી બહાર રહેશે. હાર્દિકને જલ્દી ફિટ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને નેશનલ ક્રિકેટ એકેડમીએ 18 અઠવાડિયાનો એક સ્પેશિયલ પ્લાન તૈયાર કર્યો છે.
BCCI હાર્દિકને ફિટ રાખવા ઈચ્છે છે
BCCI ઈચ્છે છે કે, હાર્દિક પંડ્યા 2024થી 2026 વચ્ચે પોતાની બેસ્ટ ફિટનેસ પર રહે. આ માટે BCCI અને NCAએ હાર્દિક માટે 18 અઠવાડિયાનો એક પ્લાન તૈયાર કર્યો છે. જેમાં માર્ચ સુધી દરરોજ તેનું આંકલન કરવામાં આવશે.
હાર્દિક વર્લ્ડકપમાં થયો હતો ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા 2023 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપની ચોથી લીગ મેચ રમી હતી. હાર્દિકને બોલિંગ કરવા સમયે ઈજા પહોંચી હતી. ઈજાના કારણે હાર્દિક મેદાનની બહાર ગયો હતો. જે બાદ હજુ સુધી હાર્દિકની ફરી વાપસી થઈ નથી.
હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યા બન્યો કેપ્ટન
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 2023માં કોઈ પણ T20 મેચમાં નૈતૃત્વ કર્યું નથી. વનડે વર્લ્ડકપ 2023 પહેલાથી વર્ષ 2023માં રમવામાં આવેલી T20 મેચમાં હાર્દિક પંડ્યાએ ટીમનું નૈતૃત્વ કર્યું છે, પરંતુ હાર્દિકની ઈજા બાદ BCCIએ ફોર્મેટ નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ભારતની T20 આંતરરાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવ્યો છે.
સૂર્યા કેપ્ટન તરીકે કરે છે સારૂં પરફોર્મ
મેન ઈન બ્લૂએ વર્લ્ડકપ બાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની T20 સીરિઝ રમી છે. જેના માધ્યમથી સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત ભારતનું નૈતૃત્વ કર્યું અને કેપ્ટન તરીકે સારૂં પ્રદર્શન કર્યું છે. જે બાદ સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાનારી T20 સીરિઝમાં પણ તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.