• હાર્દિક પંડ્યાની વર્લ્ડકપના સમયથી ચર્ચા

  • ટીમના કેપ્ટન તરીકેનો ચહેરો બની શકે
  • રોહિત શર્મા પછી હાર્દિકને ચાન્સ અંગે ચર્ચા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હોમટીમમાં પરત ફર્યો છે. હાર્દિક હવે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે ચમકતો જોવા મળશે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સે ટ્રેડિંગ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાર્દિકે છેલ્લી બે IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ની કેપ્ટનશીપ કરી હતી. મુંબઈએ ભાવિ વ્યૂહરચના તૈયાર કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પરત લાવીને તેમની ભાવિ યોજનાઓ નક્કી કરી લીધી છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના વર્તમાન કેપ્ટન રોહિત શર્માની ઉંમર 36 વર્ષથી વધુ છે. તેથી મુંબઈ ઈન્ડિયન્સને એવા અનુભવી ખેલાડીની જરૂર હતી.

મળી શકે મોટી જવાબદારી

જે ભવિષ્યમાં ટીમનું નેતૃત્વ કરી શકે. હવે હાર્દિકના આગમનથી મુંબઈમાં તણાવનો અંત આવ્યો છે.30 વર્ષીય હાર્દિક પંડ્યા આવનારા સમયમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળતો જોવા મળી શકે છે. આવું બનવાની તમામ શક્યતાઓ છે. સચિન તેંડુલકર બાદ રોહિત શર્માએ જે રીતે મુંબઈ ઈન્ડિયન્સનું શાનદાર નેતૃત્વ કર્યું. હવે રોહિત બાદ આ જવાબદારી હાર્દિક પંડ્યા પર રહેશે. જોકે, રોહિત IPL 2024માં મુંબઈની કેપ્ટનશીપ કરે તેવી શક્યતા છે.

5 વખત વિજેતા રહી

રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં 5 વખત ટાઈટલ જીતી ચુક્યું છે. જ્યારે હાર્દિકે તેની કપ્તાનીમાં ગુજરાત માટે પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. હાર્દિક પંડ્યા તાજેતરના સમયમાં T20 ક્રિકેટમાં ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે. મતલબ કે હવે તેને કેપ્ટનશિપનો નોંધપાત્ર અનુભવ થઈ ગયો છે. હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ કારણે આ ઓલરાઉન્ડરે થોડા મહિના પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાતચીત શરૂ કરી હતી. જોકે, ટીમ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ સ્પષ્ટ કહ્યું છે કે હાર્દિક ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવા માટે ઉત્સુક છે.

ગુજરાતને મોટો ઝટકો

તેના નિર્ણયનું સન્માન કરે છે. ગુજરાત ટાઇટન્સ માટે હાર્દિકના જીવનમાં મોટો ઝટકો છે. હાર્દિકે માત્ર કેપ્ટન તરીકે જ સારું પ્રદર્શન કર્યું નથી. તે બેટ અને બોલથી પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યો હતો. વર્ષ 2022માં હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપ હેઠળ ગુજરાત ટાઇટન્સને તેની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ જીતાડ્યું હતું. ત્યારપછી વર્ષ 2023માં હાર્દિકની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સ બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) સામે હારીને રનર અપ બની હતી. ગુજરાત ટાઇટન્સ માટે, હાર્દિક પંડ્યાએ 30 ઇનિંગ્સમાં 41.65ની એવરેજ અને 133.49ની સ્ટ્રાઇક રેટ સાથે 833 રન બનાવ્યા. તેણે 8.1ના ઇકોનોમી રેટથી 11 વિકેટ પણ લીધી હતી.


  • Follow us on: