• આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ
  • પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
  • આ ટુર્નામેન્ટમાં ભારતે 3 અને બાંગ્લાદેશે 1 મેચ જીતી

આજે વર્લ્ડકપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. આ બંને ટીમોએ અત્યાર સુધી 3-3 મેચ રમી ચુકી છે. ભારતે તેની ત્રણેય મેચો જીતી છે. જ્યારે બાંગ્લાદેશે પ્રથમ મેચ જીતી હતી, ત્યારબાદ બાંગ્લાદેશને છેલ્લી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી 2 વખત અપસેટ સર્જાયા

આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 2 વખત અપસેટ સર્જાયા છે. અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા, જ્યારે નેધરલેન્ડે ફોર્મમાં ચાલી રહેલી દક્ષિણ આફ્રિકાને હરાવીને આ ટુર્નામેન્ટમાં બીજો અપસેટ સર્જ્યો હતો. આવી સ્થિતિમાં ભારત હવે વર્લ્ડકપમાં કોઈ પણ ટીમને હળવાશથી લેશે નહીં.

ભારતનું પલડું ભારે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 40 વનડે રમાઈ છે. જેમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને 8 વખત હરાવ્યું છે. આ સિવાય બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયા સામે 2 શ્રેણી જીતી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લી ODI મેચ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં રમાઇ હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય બાંગ્લાદેશે ODI વર્લ્ડકપ 2007ની એક ગ્રુપ મેચમાં ભારતને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો, જેના કારણે ભારત વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું.

બંને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશ: તન્ઝીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, મહમુદુલ્લાહ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન.     

  • Follow us on: