• અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું

  • બાંગ્લાદેશને ભારતને હરાવવા માટે પાક. એક્ટ્રેસની ઓફર
  • ફિશ કરી ડિનર ડેટની ઓફર કરી

લાગે છે કે અમદાવાદમાં 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે હારની સામનો જખમ હજુ પણ પાકિસ્તાનીઓ ભૂલ્યા નથી. પાકિસ્તાનની ટીમ પર ખુદ પાકિસ્તાનીઓ જ માછલાં ધોઈ રહ્યા છે ત્યારે આ બધાનો બદલો લેવા પાકિસ્તાનીઓ હવે બાંગ્લાદેશ પાસેથી ભારતને હરાવવાની આશા રાખી રહ્યા છે. આ બાબતને લઈને જ પાકિસ્તાનની એક એકટ્રેસે બાંગ્લાદેશની ટીમને ઓફર આપી છે.

મહત્વનું છે કે 14 ઓક્ટોબરે ભારતે અમદાવાદની મેચમાં મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનને હરાવ્યું હતું ત્યારથી આ પાકિસ્તાનના લોકો ભારત પર રોષે ભરાયેલા છે અને એક યા બીજા કારણે પાકિસ્તાનનીઓ પોતાની હારનો બદલો લેવા માગે છે. આ માટે તેમને બદલામાં બીજું કંઈ નહીં પરંતુ માત્રને માત્ર ભારતનો પરાજય જ જોઈએ છે. હવે પાકિસ્તાની એક્ટ્રેસ સેહર શિનવારીએ આ મામલે બાંગ્લાદેશની ટીમ સામે એક બોલ્ડ શરત મૂકી છે. આવતીકાલે (ગુરુવારે) બાંગ્લાદેશની ટીમ પુણેમાં ભારત સામે મેચ રમવાની છે અને તેથી સેહર શિનવારીએ બાંગ્લાદેશી ટીમ સામે શરત મૂકી કે તમારે ભારતને હરાવવું પડશે તો તે બાંગ્લાદેશની ટીમ સાથે ફિશકરી ડેટ પર જશે.


સેહર શિનવારીએ એક્સ પર ટ્વીટ કરીને કહ્યું કે જો બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ગુરુવારે ભારતીય ટીમને હરાવશે તો તે ઢાકા જશે અને બાંગ્લાદેશી સાથે ડેટ પર જશે. મારા બંગાળી ભાઈઓ આગામી મેચમાં અમારો બદલો લેજો. જો તેમની ટીમ ભારતને હરાવશે તો હું ઢાકા જઈશ અને એક બંગાળી છોકરા સાથે ડેટ પર જઈશ. વર્લ્ડ કપ ગુરુવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પૂણેમાં વર્લ્ડ કપ મેચ રમાશે. જો ભારત આ મેચ જીતવામાં સફળ રહેશે તો તે વર્લ્ડ કપ 2023માં સતત ચોથી મેચ જીતશે, જ્યારે બાંગ્લાદેશની ટીમને બીજી જીતની તલાશ છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમી ચૂકી છે અને બેમાં તેનો વિજય થયો છે. પરંતુ તેમને ભારત સામે એકતરફી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે ભારતની આગામી મેચ બાંગ્લાદેશની સામે આવતી કાલે પુણેમાં છે. જેમાં ભારત અને બાંગ્લાદેશ આમને સામને હશે, આ મેચને લઈને જ સેહર શિનવારીએ બાંગ્લાદેશના ક્રિકેટરોને આ ઓફર આપી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમની આગામી મેચ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે, જે બે મેચ હાર્યા બાદ ત્રીજી મેચ જીતવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા પોતાની તમામ મેચો જીતવાના ઈરાદા સાથે ઉતરવા જઈ રહ્યું છે. એટલે હવે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો મુકાબલો થવા જઈ રહ્યો છે.


  • Follow us on: