• આજે સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ
  • આ વર્લ્ડકપમાં બંને ટીમોએ બે-બે મેચ રમી છે

સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે ICC વર્લ્ડકપની 15મી મેચ રમાઈ રહી છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ જીતીને સાઉથ આફ્રિકા વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં સીધા નંબર વન પર પહોંચી જશે. જો આ મેચમાં નેધરલેન્ડ જીતે છે તો ભારત પોઇન્ટ ટેબલ પર નંબર વન પર યથાવત રહેશે.

નેધરલેન્ડના હાથમાં ભારતનું સાર્વભૌમત્વ

ભારતીય ફેન્સને આશા છે કે નેધરલેન્ડ પણ અફઘાનિસ્તાનના જેમ મોટો અપસેટ સર્જે અને સાઉથ આફ્રિકાને હરાવી દે જેથી ભારત પોઇન્ટ ટેબલ પર નંબર વનના સ્થાને યથાવત રહી શકે. કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સ નેધરલેન્ડની જીત માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. હવે મેચ જ કહેશે કે નેધરલેન્ડ અપસેટ સર્જે છે કે પછી સાઉથ આફ્રિકા મેચ જીતીને નંબર વન પર પહોંચશે.

સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ સારો

તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ ભારત અને ન્યુઝીલેન્ડ બંને કરતા સારો છે. આ વર્લ્ડકપમાં આફ્રિકા ખૂબ જ સારા ફોર્મમાંથી પસાર થઈ રહ્યું છે, તેથી જો આફ્રિકા આજની મેચ જીતી જશે તો તેને નંબર વન પહોંચી જશે. ભારતીય ક્રિકેટ ફેન્સ આશા રાખી રહ્યા છે કે નેધરલેન્ડ કાઇ પણ ભોગે આ મેચ જીતશે.

બંને દેશની પ્લેઇંગ ઇલેવન

સાઉથ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એડેન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાન્સન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, કાગિસો રબાડા, ગેરાલ્ડ કોએત્ઝી 

નેધરલેન્ડ્સ: મેક્સ ઓ'ડાઉડ, વિક્રમજીત સિંહ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), સાઈબ્રેડ એંગેલબ્રેક્ટ, રોએલ્ફ વેન ડેર મેરવે, રયાન ક્લેન, આર્યન દત્ત, પોલ વેન મીકરેન

  • Follow us on: