• આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
  • સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ વખત હરાવ્યું
  • સાઉથ આફ્રિક અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 108 ODI મેચ રમાઈ

આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે વર્લ્ડકપની મેચ રમવામાં આવશે. આ મેચ લખનઉમાં રમાશે. ઓસ્ટ્રેલિયાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ મેચ જીતી હતી. સાઉથ આફ્રિકાએ તેની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ODI ક્રિકેટમાં સાઉથ આફ્રિકા એકમાત્ર એવી ટીમ છે જેણે ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ વખત હરાવ્યું છે. વર્લ્ડકપના ઈતિહાસમાં પણ બંને ટીમો વચ્ચે સ્પર્ધા બરાબરી રહી છે. હેડ ટુ હેડ આંકડાઓ ઉપરાંત, કેટલાક રસપ્રદ તથ્યો છે જે આજની મેચને રસપ્રદ બનાવે છે.

હેડ ટુ હેડ મેચનો રેકોર્ડ

સાઉથ આફ્રિક અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 108 ODI મેચ રમાઈ છે. જેમાંથી સાઉથ આફ્રિકાએ 54 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 50 મેચ જીતી છે. આ બંને ટીમો વર્લ્ડકપમાં 6 વખત ટકરાયા છે. આ પૈકી ઓસ્ટ્રેલિયા ત્રણ વખત અને સાઉથ આફ્રિકા બે વખત જીત્યું છે. એક મેચ ટાઈ થઈ છે.

બેટિંગ અને બોલિંગ પ્રદર્શન

સાઉથ આફ્રિકાનો મિડલ ઓર્ડર છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, આફ્રિકાની મિડલ ઓર્ડરની બેટિંગ એવરેજ 44.6 અને રન રેટ 6.4 રહી છે. તેનાથી વિપરીત, છેલ્લા ચાર વર્ષમાં ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરની બેટિંગ એવરેજ 29.9 અને રન રેટ 5.40 રહી છે. દક્ષિણ આફ્રિકાની પાવરપ્લે બોલિંગ આ વર્ષે સૌથી ખરાબ રહી છે. સાઉથ આફ્રિકાના બોલરોએ પાવરપ્લેમાં 6.6ના સરેરાશ ઈકોનોમી રેટથી રન આપ્યા છે. તે જ સમયે, આ વર્ષે પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાની બોલિંગ એવરેજ 40.7 રહી છે. કાંગારૂ બોલરોએ આ સમયગાળા દરમિયાન 5.4ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે.

ડેવિડ વોર્નરનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન છે. જો તે આજે વધુ 53 રન બનાવશે તો તે ઓસ્ટ્રેલિયા માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલમાં એડમ ગિલક્રિસ્ટ બીજા સ્થાને અને રિકી પોન્ટિંગ પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો મુખ્ય સ્પિનર ​​એડમ ઝમ્પા આ વર્ષે 10 ODI મેચોમાંથી ચાર મેચમાં એક પણ વિકેટ મળી નથી. એટલે કે તેને માત્ર 6 મેચમાં જ વિકેટ મળી છે. તેનો વર્લ્ડ પ રેકોર્ડ પણ ખરાબ રહ્યો છે. ઝમ્પા અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં 5 મેચ રમી ચૂક્યો છે અને તેમાં તેણે માત્ર 5 વિકેટ લીધી છે.

  • Follow us on: