• ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની શાનદાર જીત
  • ભારતે 6 વિકેટે પ્રથમ મેચ જીતી
  • ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્મિથે સ્વીકારી હાર

રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં વર્લ્ડકપની મેચ રમવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલઆઉટ થઈ હતી. જેથી આ મેચમાં ભારતની 6 વિકેટે જીત થઈ છે. ભારતની જીત બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટિવ સ્મિથે હારનો સ્વીકાર કરતા કહ્યું કે, ચેન્નઈની પિચ પર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ભારતના સ્પિનર સામે સંઘર્ષ કરવો પડ્યો છે.


સ્ટિવ સ્મિથે શું કહ્યું?

મેચમાં 46 રન કરીને આઉટ થયેલા સ્ટિવ સ્મિથે કહ્યું કે, ભારતના તમામ સ્પિનર્સે સારૂં પ્રદર્શન કર્યું છે. ભારતના તમામ સ્પિનર ગુણવત્તા વાળા સ્પિનર છે. ભારતના સ્પિનર્સે એક સાથે કામ કર્યું છે. જેના કારણે અમારા બેટ્સમેનોને રન બનાવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો.


સ્મિથે વિરાટ અને રાહુલની કરી પ્રશંસા

સ્ટિવ સ્મિથે આગળ વિરાટ કોહલી અને કેએલ રાહુલની બેટિંગની પ્રશંસા કરી છે. સ્મિથે મીડિયા સાથે વાતચીતમં કહ્યું કે, બંને ટીમ વચ્ચે સારી રમત થવાની હતી. દુર્ભાગ્યથી અમે આ સહન ન કરી શક્યા. વિરાટ કોહલી અને કેએલ રાહુલ બંનેએ ધીરજ સાથે ગેમ રમી હતી. આ બંને ખેલાડીએ સાચું સ્માર્ટ ક્રિકેટ રમ્યું છે. આ બંને ખેલાડીની પાર્ટનરશિપના કારણે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે.

  • Follow us on: