- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની 6 વિકેટે જીત
- કોહલી અને કેએલ રાહુલે ભારતને જીત અપાવવા મહત્વની ભૂમિકા નિભાવી
- રવિચંદ્રન અશ્વિને એક જગ્યાએ ઉભીને આખી મેચ નિહાળી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમવામાં આવેલી મેચમાં રવિચંદ્રન અશ્વિને એક જગ્યાએ ઉભીને ભારતની ઈનિંગ નિહાળી હતી. તેમણે મેચ બાદ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ટીમ ઈન્ડિયાની બેક ટૂ બેક વિકેટ ગયા બાદ અને કોહલીના 12 રન પર કેચ ડ્રોપ થયા બાદ તે પોતીની જગ્યાથી હલ્યા નહતા.
આર.અશ્વિને શું કહ્યું?
મેચ પૂર્ણ થયા બાદ અશ્વિને કહ્યું કે, જ્યારે મેં વિરાટ કોહલીનો કેચ હવામાં જોયો તો હું ડ્રેસિંગ રૂમથી બહાર આવ્યો હતો. હું વિચારતો હતો કે, હવે હું ઈનિંગ પૂર્ણ થવા સુધી અહીં જ રહીશ. જે બાદ ફેન્સનો અવાજ આવ્યો અને હું ડ્રેસિંગ રૂમમાંથી ફરી બહાર આવ્યો હતો. જે બાદ મેં સમગ્ર ઈનિંગ તે જ જગ્યાથી નિહાળી હતી. આ કારણે મારા પગ પણ દુખવા લાગ્યા હતા.
12 પર રન વિરાટનો કેચ ડ્રોપ થયો હતો
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ 200 રનનો પીછો કરવા સમયે માત્ર 2 રન પર પોતાની 3 વિકેટ ગુમાવી હતી. જે બાદ 20 રન પર મિચેલ સ્ટાર્કની બોલ પર કોહલીનો કેચ ડ્રોપ થયો હતો. જે બાદ વિરાટ કોહલીએ 85 રનની ઈનિંગ રમી હતી.
"ઓસ્ટ્રેલિયાને 20 રન પર ઓલઆઉટ કરવાની જરૂર હતી"
આર.અશ્વિને કહ્યું કે, બોલિંગ બાદ મેં આઈસ બાથ લીધી હતી. જે બાદ હું જમી રહ્યો હતો, તો અંપાયર મેદાન પર આવી ગયા હતા. જે બાદ ઈશાન કિશન અને પછી બીજા 2 ખેલાડી આઉટ થયા હતા. એ સમયે મને વિચાર આવ્યો હતો કે, અમારે ઓસ્ટ્રેલિયાને 20 રન પર ઓલઆઉટ કરવાની જરૂર હતી.