• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જસપ્રીત બુમરાહે બનાવ્યો ખાસ રેકોર્ડ
  • વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે પણ રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં અનેક રેકોર્ડ બન્યા છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના ઓપનર મિચેલ માર્શને શૂન્ય પર આઉટ કર્યો હતો. આ રીતે જસપ્રીત બુમરાહ વર્લ્ડકપ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને શૂન્ય પર આઉટ કરનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે.

રોહિતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ

આ ઉપરાંત રોહિત શર્મા વર્લ્ડકપ મેચમાં ભારતીય ટીમનુંવ નૈતૃત્વ કરનારો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બન્યો છે. રોહિત શર્માની ઉંમર 36 વર્ષ 161 દિવસ છે. તેણે આ મામલે પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો છે. મોહમ્મદ અઝહરુદ્દીન 199ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. આ સમયે મોહમ્મદ અઝહરુદ્દીનની ઉંમર 36 વર્ષ અને 124 દિવસની હતી, પરંતુ હવે રોહિત શર્મા વર્લ્ડકપ મેચોમાં ભારતીય ટીમનું નૈતૃત્વ કરનારો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બન્યો છે.

વિરાટ કોહલીના નામે પણ નોંધાયો ખાસ રેકોર્ડ

જસપ્રીત બુમરાહના બોલ પર વિરાટ કોહલીએ મિચેલ માર્શનો કેચ કર્યો હતો. વર્લ્ડકપ મેચમાં વિરાટ કોહલીનો આ 15મો કેચ છે. સાથે જ વિરાટ કોહલી વર્લ્ડકપમાં નોન-વિકેટકીપર ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપનારો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી બાદ અનિલ કુંબલેએ 14 કેચ પકડ્યા છે. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટ કપિલ દેવે વર્લ્ડકપ મેચોમાં 12 કેચ કર્યા હતા. સાથે સચિન તેંડુલકર આ યાદીમાં 5માં નંબર પર છે. સચિન તેંડુલકરે વર્લ્ડકપ મેચમાં 12 કેચ કર્યા હતા.

  • Follow us on: